________________
૧૫૧
અનંતરસિદ્ધોને વિષે ક્ષેત્ર અને કાળ દ્વારોમાં સત્યદપ્રરૂપણા ૧) ક્ષેત્ર
૨) કાળ, ૩) ગતિ ૪) વેદ
૫)તીર્થ
૬) લિંગ ૭) ચારિત્ર
૮) બુદ્ધ
૯) જ્ઞાન ૧૦) અવગાહના ૧૧) ઉત્કર્ષ ૧૨) અંતર ૧૩) અનુસમય (નિરંતર) ૧૪) ગણના ૧૫) અલ્પબદુત્વ (4) અનંતરસિદ્ધોની ૮ ધારો વડે ૧૫ દ્વારોમાં વિચારણા - (i) સત્પદપ્રરૂપણા -
(૧) ક્ષેત્ર - ત્રણ લોકમાં સિદ્ધ થાય છે. ઊર્ધ્વલોકમાં પંડકવન વગેરેમાં સિદ્ધ થાય છે. અધોલોકમાં અધોલૌકિકગ્રામોમાં સિદ્ધ થાય છે. તિચ્છલોકમાં મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણથી સમુદ્ર-નદી-વર્ષધર પર્વતો વગેરે ઉપર સિદ્ધ થાય છે.
તીર્થકરો અધોલૌકિકગ્રામોમાં અને તિષ્ણુલોકમાં ૧૫ કર્મભૂમિમાં સિદ્ધ થાય છે. તેમનું સંહરણ થતું નથી.
૨) કાળ - સંકરણથી અવસર્પિણી-ઉત્સર્પિણીના છએ આરામાં સિદ્ધ થાય છે.
જન્મને આશ્રયીને
અવસર્પિણીના ત્રીજા-ચોથા આરાઓમાં જન્મેલા ત્રીજા-ચોથાપાંચમા આરાઓમાં સિદ્ધ થાય છે.
ઉત્સર્પિણીના બીજા-ત્રીજા-ચોથા આરાઓમાં જન્મેલા ત્રીજા-ચોથા આરાઓમાં સિદ્ધ થાય છે.
મહાવિદેહક્ષેત્રમાં હંમેશા ચોથો આરો હોય છે. ત્યાં હંમેશા સિદ્ધ થાય છે.
તીર્થકરોનો અવસર્પિણી-ઉત્સર્પિણીમાં જન્મ અને મોક્ષ ત્રીજા-ચોથા આરાઓમાં જ થાય છે.