SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૪૨ પ્રશ્ન- બે વગેરે ચોક્કસ સંખ્યા ન કહેતાં બેથી નવ એમ અચોક્કસ કેમ કહ્યું ? ઉત્તર- ક્લિષ્ટ અને અશ્લિષ્ટ પરિણામના ભેદના કારણે બેથી નવ એમ કહ્યું છે. કોઈને બે પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થતાં દેશવિરતિની પ્રાપ્તિ થાય, કોઇને ત્રણ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થતાં દેશવિરતિની પ્રાપ્તિ થાય, યાવત્ કોઈને નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો હ્રાસ થતાં દેશવિરતિની પ્રાપ્તિ થાય. આમ દરેક જીવ માટે ચોક્કસ સંખ્યા ન હોવાથી અહીં “બેથી નવ” એમ કહ્યું છે. દેશવિરતિની પ્રાપ્તિ વખતે રહેલી કર્મસ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. (૩૯૦) एवं अप्परिवडिए, संमत्ते देवमणुयजंमेसु । अन्नयरसेढिवज्जं, एगभवेणं च सव्वाइं ॥ ३९१ ॥ [एवमप्रतिपतिते सम्यक्त्वे देवमनुजजन्मसु ।। अन्यतरश्रेणिवर्जमेकभवेनैव सर्वाणि ॥ ३९१ ॥] एवमप्रतिपतिते सम्यक्त्वे सति देवमनुजजन्मसु चारित्रादेर्लाभः उक्तपरिणामविशेषतः पुनस्तथाविधकर्मविरहादन्यतरश्रेणिवर्जमेकभवेनैव सर्वाण्यवाप्नोति सम्यक्त्वादीनीति ॥ ३९१ ॥ ગાથાર્થ– ટીકાર્થ– સમ્યકત્વ ટકી રહે તો દેવ-મનુષ્યભવમાં ઉત્પત્તિ થાય છે. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને (મનુષ્યભવમાં) ચારિત્ર આદિનો લાભ થાય છે. અથવા પૂર્વોક્ત પરિણામવિશેષથી તેવા પ્રકારના કર્મનો ક્ષય થવાથી એક જ ભવમાં બે શ્રેણિમાંથી કોઈ એક શ્રેણિ સિવાય સમ્યકત્વ આદિ બધા જ ગુણોને પામે છે. (૩૯૧) મોક્ષસુખ (ગા. ૩૯૨-૪૦૦) यदुक्तं शाश्वतसौख्यो मोक्ष इति तत्प्रतिपादयन्नाहरागाईणमभावा, जम्माईणं असंभवाओ य । अव्वाबाहाओ खलु, सासयसुक्खं तु सिद्धाणं ॥ ३९२ ॥
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy