SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૪૧ ધર્મના ફળને કહે છે— ગાથાર્થ— ટીકાર્થ— ઉક્ત રીતે ધર્મરૂપ ગુણ સતત ટકી રહેવાના સામર્થ્યથી કર્મબંધનો હ્રાસ થાય છે. પ્રાયઃ કર્મબંધ થતો નથી તથા ધર્મરૂપ ગુણના સતત ટકી રહેવાના સામર્થ્યથી જ પૂર્વે થયેલા કર્મબંધનો ક્ષય થાય છે. આ પ્રમાણે બંને રીતે બંધનો અભાવ (=પૂર્વે બંધાયેલા કર્મનો ક્ષય થાય છે તેથી કર્મનો અભાવ થાય છે અને પ્રાયઃ નવા કર્મો બંધાતા નથી. એથી પણ કર્મબંધનો અભાવ થાય છે. આમ બંને રીતે કર્મબંધનો અભાવ) થતાં શાશ્વત સુખવાળો મોક્ષ અવશ્ય થાય. (૩૮૯) एतदेव सूत्रान्तरेण भावयन्नाह समत्तंमि य लद्धे, पलियपहुत्तेण सावओ हुज्जा । चरणोवसमखयाणं, सागरसंखंतरा हुंति ॥ ३९० ॥ [सम्यक्त्वे च लब्धे पल्योपमपृथक्त्वेन श्रावको भवति । चरणोपशमक्षयाणां सागराणि संख्येयान्यन्तरं भवन्ति ॥ ३९० ॥] सम्यक्त्वे च लब्धे तत्त्वतः पल्योपमपृथक्त्वेन श्रावको भवति एतदुक्तं भवति—-यावति कर्मण्यपगते सम्यक्त्वं लभ्यते तावतो भूयः पल्योपमपृथक्त्वेऽपगते देशविरतो भवति । पृथक्त्वं द्विःप्रभृतिरानवभ्य इति । क्लिष्टेतरविशेषाच्च द्वयादिभेद इति । चरणोपशमक्षयाणामिति चारित्रोपशम श्रेणिक्षपक श्रेणीनां सागराणीति सागरोपमाणि संख्येयान्यन्तरं भवन्ति । एतदुक्तं भवति-— यावति कर्मणि क्षीणे देशविरतिरवाप्यते तावतः पुनरपि संख्येयेषु सागरोपमेष्वपगतेषु चारित्रं सर्वविरतिरूपमवाप्यते एवं श्रेणिद्वये भावनीयमिति ॥ ३९० ॥ આ જ વિષયને બીજા સૂત્રથી વિચારતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ— સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે પલ્યોપમ પૃથના ક્ષયથી શ્રાવક થાય. ચારિત્ર, ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિ સંખ્યાતા સાગરોપમના ક્ષયથી થાય છે. ટીકાર્થ– ૫૨માર્થથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે રહેલી (=અંતઃકોડાકોડિ સાગરોપમ) કર્મસ્થિતિમાંથી પલ્યોપમ પૃથ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે શ્રાવક થાય છે=દેશવિરત થાય છે. પૃથ એટલે બેથી નવ સુધી.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy