SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પછી અને એ માટે તે શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૯૯ વાપરનાર ન હોય અને વહોરવા જાય તો વહોરેલું રાખી મૂકવું પડે. (રાખી મૂકવાથી તેમાં કીડીઓ આવે વગેરે દોષોનો સંભવ છે.) પણ જો ગૃહસ્થ ઘણો આગ્રહ કરે તો વહોરવા જાય અને રાખી મૂકે. પછી પાત્રપડિલેહણ કરવાની પોરિસી વખતે જે પ્રત્યાખ્યાન પારે તેને આપે, અથવા સામાન્યથી અમુક સાધુને પારણું છે એમ જણાયે છતે અથવા મારે પારણું છે એમ સાધુએ કહ્યું છતે બીજા કોઇ સાધુને પારણું હોય તો તેને આપે. વહોરવા જવાનો વિધિ એવો છે કે શ્રાવક સાથે બે સાધુઓ જાય. (એકલા જવામાં અનેક દોષોનો સંભવ હોવાથી) એક સાધુને ન મોકલવો જોઈએ. રસ્તામાં સાધુ આગળ ચાલે અને શ્રાવક પાછળ ચાલે. સાધુઓને ઘરે લઈ જઈને શ્રાવક બેસવા માટે સાધુઓને આસનનું નિમંત્રણ કરે. સાધુઓ બેસે તો સારું, ન બેસે તો પણ વિનંતિ કરવાથી વિનયનો લાભ થાય. પછી આહાર-પાણી જાતે જ વહોરાવે, અથવા આહારનું વાસણ પોતે પકડી રાખે અને પત્ની વગેરે બીજા વહોરાવે. અથવા જ્યાં સુધી વહોરે ત્યાં સુધી બેસી રહે. સાધુઓ પશ્ચાત્કર્મ આદિ દોષો ન લાગે એટલા માટે વાસણમાં થોડું બાકી રહે તે રીતે વહોરે. વહોરાવ્યા પછી સાધુઓને વંદન કરીને વિદાય આપે. પછી થોડાં પગલાં સુધી વળાવવા તેમની પાછળ જાય. પછી પોતે ભોજન કરે. સાધુઓને જે ન વહોરાવ્યું હોય તે વસ્તુ શ્રાવકે નહિ વાપરવી જોઈએ. જો ગામડા વગેરેમાં સાધુઓ ન હોય તો ભોજન વખતે દિશા અવલોકન કરે-બારણા આગળ ઊભા રહીને સાધુઓને આવવાના રસ્તા તરફ જુએ અને વિશુદ્ધ ભાવથી વિચારે કે જો સાધુઓ હોત તો મારો ઉદ્ધાર થાત. '(ત્તિ વિમાસા) આમ અહીં બે વિકલ્પ છે. (૧) સાધુઓ હોય તો વહોરાવીને પારણું કરે. (૨) સાધુઓ ન હોય તો દિશાવલોકન કરીને પારણું કરે. (૩૨૫-૩૨૬) इदमपि शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमिति एतदाहसच्चित्तनिक्खिवणयं, वज्जे सच्चित्तपिहणयं चेव । कालाइक्कमदाणं, परववएसं च मच्छरियं ॥ ३२७ ॥ सचित्तनिक्षेपणं वर्जयेत् सचित्तपिधानं चैव । कालातिक्रमदानं परव्यपदेशं मात्सर्यं च ॥ ३२७ ॥ ૧. ઉપ.મા.ગા. ૨૩૮-૨૩૯
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy