SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૬૦ છે એમ ન સમજવું. આવા પ્રકારના બીજાં પણ જે જે બહુ સાવદ્ય કર્મો હોય તે પણ ત્યાજય જાણવાં. (૨૮૭-૨૮૮) उक्तं सातिचारं द्वितीयं गुणव्रतम् साम्प्रतं तृतीयमाहविरई अणत्थदंडे, तच्चं स चउव्विहो अवज्झाणो । पमायायरियहिंसप्पयाणपावोवएसे य ॥ २८९ ॥ [विरतिरनर्थदण्डे तृतीयं स चतुर्विधः अपध्यानः । प्रमादाचरितः हिंसाप्रदानः पापोपदेशश्च ॥ २८९ ॥] विरतिनिवृत्तिरनर्थदण्डे अनर्थदण्डविषया इह लोकमप्यङ्गीकृत्य निःप्रयोजनभूतोपमर्दनिग्रहविषया तृतीयं गुणव्रतमिति गम्यते । स चतुर्विधः सोऽनर्थदण्डः चतुःप्रकारः । अपध्यान इति अपध्यानाचरितोऽप्रशस्तध्यानेनासेवितः । अत्र देवदत्तश्रावककोङ्कणार्यकसाधुप्रभृतयो ज्ञापकं । प्रमादाचरितो मद्यादिप्रमादेनासेवितः । अनर्थदण्डत्वं चास्योक्तशब्दार्थद्वारेण स्वबुद्ध्या भावनीयं । हिंसाप्रदानं इह हिंसाहेतुत्वादायुधानलविषादयो हिंसोच्यते कारणे कार्योपचारात् । तेषां प्रदानमन्यस्मै क्रोधाभिभूतायानभिभूताय वेति । पापोपदेशश्चेति सूचनात्सूत्रमिति न्यायात्पापकर्मोपदेशः । पापं यत्कर्म कृष्यादि तदुपदेशो । यथा कृष्यादि कुर्वित्यादि ॥ २८९ ॥ અતિચાર સહિત બીજું ગુણવ્રત કહ્યું. હવે ત્રીજું ગુણવ્રત કહે છે– ગાથાર્થ– અનર્થદંડની વિરતિ એ ત્રીજું ગુણવ્રત છે. અનર્થદંડના અશુભધ્યાન, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન અને પાપોપદેશ એમ ચાર ભેદ છે. ટીકાર્થ– અનર્થદંડ=નિષ્કારણ જીવહિંસા. અનર્થદંડની વિરતિથી આ લોકની અપેક્ષાએ પણ નિષ્કારણ જીવહિંસા બંધ થાય છે. (૧) અશુભધ્યાનઅશુભધ્યાનથી આચરેલો અનર્થદંડ. અહીં દેવદત્ત શ્રાવક અને કોંકણદેશના પૂજ્ય સાધુ વગેરે દૃષ્ટાંત છે. (૨) પ્રમાદાચરણ=મદ્ય વગેરે પ્રમાદથી આચરેલો અનર્થદંડ. પ્રમાદાચરણનું અનર્થદંડપણું જણાવેલા અનર્થદંડના શબ્દાર્થથી સ્વબુદ્ધિથી વિચારવું. (૩) હિંસાપ્રદાન– શસ્ત્ર, અગ્નિ, ઝેર વગેરે હિંસાના હેતુ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી હિંસા કહેવાય છે. ક્રોધથી પરાભવ પામેલા કે ક્રોધથી પરાભવ નહિ પામેલા બીજાને શસ્ત્ર વગેરે આપવા તે હિંસાપ્રદાન.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy