SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૫૯ અહીં ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો. તે આ છે— અંગારકર્મ– લાકડા બાળીને કોલસા બનાવીને વેચે. તેમાં છ જીવનિકાયની વિરાધના થાય. વનકર્મ– વન ખરીદીને વૃક્ષોને છેદીને મૂલ્યથી વેચે. એ પ્રમાણે પત્રાદિનો પણ પ્રતિષેધ છે. શકટકર્મ— ગાડું ચલાવીને નિર્વાહ કરે. તેમાં વધ અને બંધ વગેરે બહુ દોષો થાય. ભાટકકર્મ– પોતાના ગાડાં વગેરેમાં બીજાના વાસણ, ઘરમાં ઉપયોગી ઉપકરણો વગેરે ભાડેથી લઇ જાય-લઇ આવે તે ભાટકકર્મ. આ રીતે પારકી વસ્તુઓ લઇ જવી-લઇ આવવી ન કલ્પે. અથવા પોતાના ગાડાં અને બળદ વગેરે બીજાને ભાડેથી આપે. ઇત્યાદિ શ્રાવકને ન કલ્પે. સ્ફોટકકર્મ– નીચે ઊંડે સુધી ખોદીને અથવા હળથી ભૂમિને ફાડીને આજીવિકા ચલાવે. દંતવાણિજ્ય- દાંત આપજે એમ કહીને પહેલેથી ભીલોને મૂલ્ય આપે. તેથી ભીલો તે વાણિયો જલદી આવશે એમ વિચારીને જલદી હાથીને મારે. એ રીતે માચ્છીમારોને પહેલેથી શંખનું મૂલ્ય આપે. ઇત્યાદિ ન કલ્પે. ભીલો પહેલેથી હાથીદાંત લઇ આવ્યા હોય અને માચ્છીમારો શંખ લઇ આવ્યા હોય તો ખરીદે. લાક્ષાવાણિજ્ય– લાખના વેપારમાં આ જ દોષો છે. લાખમાં કૃમિઓ ઉત્પન્ન થાય. રસવાણિજ્ય- દારૂ વેચવાનો વેપાર. મદિરાપાનમાં માર મારવો, આક્રોશ ક૨વો, વધ કરવો વગેરે ઘણા દોષો છે. માટે રસવાણિજ્ય ન કલ્પે. કેશવાણિજ્ય– દાસીઓ લઇને બીજા સ્થળે જ્યાં સારી કિંમત મળે ત્યાં વેચે. આમાં પણ પરાધીનતા વગેરે અનેક દોષો છે. વિષવાણિજ્ય— વિષનું વેચાણ ન કલ્પે. તેનાથી ઘણા જીવોની વિરાધના થાય. યંત્રપીલણકર્મ– તલ પીલવાનું યંત્ર, શેરડી પીલવાનું યંત્ર, ચક્ર વગે૨ે ન કલ્પે. નિર્વાંછનકર્મ– બળદ આદિને નપુંસક ક૨વાનું ન કલ્પે. દવાગ્નિદાપનતાકર્મ– ક્ષેત્રની રક્ષા માટે જંગલમાં આગ લગાડે. જેમ કે ઉત્તરાપથ દેશમાં. પછી ક્ષેત્ર બળી ગયે છતે નવું ઘાસ ઊગે. તેમાં લાખો જીવોનો વધ થાય. સર-દહ-તડાગ-શોષણ કર્મ સરોવર, મોટું જલાશય અને તળાવને સુકાવે, પછી તેમાં અનાજ વગેરે વાવે. આ ન કલ્પે. અસતીપોષણતાકર્મ– દુરાચારિણી સ્ત્રીઓને પોષે. જેમ કે ગોલ્વદેશમાં. યોનિપોષકો (દુરાચાર કરાવવા દ્વારા પોતાની આજીવિકા ચલાવનારાઓ) દાસીઓનું ઘણું ભાડું લે છે. આ બહુ સાવદ્ય કર્મો બતાવ્યાં. આનાથી સાવદ્ય કર્મો આટલાં જ
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy