SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૦૫ [तत एव स भावः जायते शुद्धेन जीववीर्येण । कस्यचित् येन तकं खलु अहत्वा गच्छति मोक्षम् ॥ २१५ ॥] तत एव वधविरतेः स भावः चित्तपरिणामलक्षणो जायते शुद्धेन जीववीर्येण कर्मानभिभूतेनात्मसामर्थ्येन कस्यचित्प्राणिनो येन भावेन तकं व्यापाद्यं अवधित्वा अहत्वैव गच्छति मोक्षं प्राप्नोति निर्वाणमिति ॥ २१५ ।। આ જ વિષયને વિચારે છેગાથાર્થ– ટીકાર્થ– વધવિરતિના કારણે કર્મથી અભિભૂત ન થયેલા શુદ્ધ આત્મસામર્થ્યથી તે ભાવ ઉત્પન્ન થાય છે કે જે ભાવથી તે પ્રાણીને હણ્યા વિના જ મોક્ષને પામે છે. (૨૧૫) इय तस्स तयं कम्मं, न जहकयफलं ति पावई अह तु । तं नो अज्झवसाणा, ओवट्टणमाइभावाओ ॥ २१६ ॥ [इति तस्य तकं कर्म न यथाकृतफलमेव प्राप्नोति अथ तु । तन्न अध्यवसायात् अपवर्तनादिभावात् ॥ २१६ ॥] इति एवमुक्तेन न्यायेन तस्य व्यापाद्यस्य तत्कर्म अस्मान्मर्तव्यमित्यादिलक्षणं न यथाकृतफलमेव ततो मरणाभावात्प्राप्नोत्यापद्यते अथ त्वमेवं मन्यसे इत्याशङ्कयाह- तन्न तदेतन्न अध्यवसायात्तथाविधचित्तविशेषात् अपवर्तनादिभावात्तथा हाससंक्रमानुभवश्रेणिवेदनादिति गाथार्थः ॥ २१६ ॥ ગાથાર્થ– ટીકાર્થ– કદાચ તમે એમ માનો કે, ઉક્ત નીતિથી મરનારનું “મારે આનાથી મરવું” એવું કર્મ જે રીતે કર્યું હતું તે રીતે ફળ પામતું નથી. કારણ કે તેનાથી મરણ થયું નથી. આવી આશંકા કરીને કહે છેતે બરોબર નથી. કારણ કે અધ્યવસાયથી અપવર્તન વગેરે થાય છે. અહીં ભાવાર્થ આ છે- જીવ તેવા પ્રકારની અધ્યવસાયશ્રેણિને અનુભવે છે કે જેમાં કર્મસ્થિતિની અપવર્તન થાય, કર્મનો સંક્રમ થાય અને કર્મફળનો અનુભવ થાય. (આમ કર્મ બંધાયા પછી ઉદયમાં આવે એ પહેલાં તેમાં ઘણા ફેરફારો થતા હોવાથી કર્મ જે રીતે કર્યું હોય તે જ રીતે ભોગવાય એવો નિયમ નથી.) (૨૧૬) ૧. અપવર્તન=કર્મની સ્થિતિનો હ્રાસ=ઘટાડો. ૨. સંક્રમ=બંધાતી કર્મપ્રકૃતિમાં અન્ય કર્મપ્રકૃતિને નાખીને બંધાતી કર્મપ્રકૃતિરૂપે પરિણમાવવી. ૩. અનુભવ=કર્મફળનો ભોગ.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy