SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૬૬ ગાથાર્થ– આ પ્રમાણે પૂર્વે વર્ણવેલા મુક્તબંધ વગેરે દોષો, કે જે દોષો સ્વીકૃતના અવશ્ય બાધક છે, તે દોષોનો પ્રસર રોકી ન શકાય. ટીકાર્થ– આ પ્રમાણે=અવધથી બંધની પ્રાપ્તિ થયે છતે. મુક્તબંધ– મુક્તજીવોને પણ કર્મનો બંધ થાય. સ્વીકૃતના=વધથી કર્મક્ષય થાય વગેરે સ્વીકારેલ પક્ષના. પ્રસરફેલાવો. અવધથી બંધની પ્રાપ્તિ થતાં મુક્ત જીવોને પણ કર્મબંધ થાય વગેરે દોષો આવે. આ દોષોનું ૧૪૧ વગેરે ગાથાઓમાં વર્ણન કર્યું છે. મુક્તબંધ વગેરે દોષો પોતે સ્વીકારેલા “વધથી કર્મક્ષય થાય” વગેરે પક્ષના બાધક છે. આવા મુક્તબંધ વગેરે દોષોનો ફેલાવો અવધથી બંધની પ્રાપ્તિ થતાં રોકી શકાય નહિ. (૧૬૨) उपसंहरन्नाह— इय एवं पुव्वावरलोगविरोहाइदोससयकलियं । मुद्धजणविम्हयकरं, मिच्छत्तमलं पसंगेणं ॥ १६३ ॥ [इति एवं पूर्वापरलोकविरोधादिदोषशतकलितम् । मुग्धजनविस्मयकरं मिथ्यात्वमलं प्रसङ्गेन ॥ १६३ ॥] इति एवमेतत्पूर्वापरलोकविरोधादिदोषशतकलितं मुग्धजनविस्मयकरं संसारमोचकमतं मिथ्यात्वं अलं पर्याप्तं प्रसङ्गेनेति ॥ १६३ ॥ ઉપસંહારકરતા ગ્રંથકાર કહે છે— ગાથાર્થ— આ પ્રમાણે પૂર્વાપરના (=આગળ-પાછળના) લોકવિરોધ વગેરે સેંકડો દોષોથી યુક્ત અને મુગ્ધ લોકને વિસ્મય પમાડનારો આ સંસા૨મોચક મત અસત્ય છે. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. (૧૬૩) આગંતુક દોષવાદ (ગા. ૧૬૪-૧૦૫) अधुनान्यद् वादस्थानकमाह अन्ने आगंतुगदोससंभवा बिंति वहनिवित्तीओ । दोह वि जाण पावं समयंमि अदिट्ठपरमत्था ॥ १६४ ॥ [अन्ये आगन्तुकदोषसंभवात् ब्रुवते वधनिवृत्तेः । द्वयोरपि जनयोः पापं समये अदृष्टपरमार्थाः ॥ १६४ ॥]
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy