SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૬૫ तको वध इत्याशङ्कयाह - नो नैतदेवं तत्प्रतिपक्षबन्धाद्बधप्रतिपक्षोऽवधस्तस्माद्बन्धादन्यथावधात्तत्क्षयानुपपत्तिरविरोधादिति ॥ १६९ ॥ ગાથાર્થ— હવે જે કારણથી સંમૂઢતાને પણ હણતો જ તે કરે છે, તે કારણથી વધ કરવા યોગ્ય છે. આ બરોબર નથી. કેમ કે વધના પ્રતિપક્ષથી બંધ થાય. ટીકાર્થ– ૧૫૮ વગે૨ે ગાથાઓમાં એવા ભાવનું કહેવામાં આવ્યું છે કે સંમૂઢતાના કારણે નારકોને પાપબંધ અલ્પ થાય છે, કર્મક્ષય અધિક થાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને અહીં વાદી એમ કહે છે કે વધ કરનાર જીવ વધ્યમાં સંમૂઢતા ઉત્પન્ન કરે છે. સંમૂઢતાના કારણે તેને કર્મબંધ અલ્પ થાય, કર્મક્ષય અધિક થાય. સંમૂઢતા વધ કરવાથી જ થાય. વાદીની આ માન્યતાને લક્ષમાં રાખીને ગ્રંથકાર અહીં કહે છે કે— હવે જો તમે એમ માનો કે અલ્પબંધ દ્વારા કર્મક્ષયનું કારણ એવી સંમૂઢતાને પણ હણતો જ તે કરે છે. હણતો જ તે કરે છે એનો અર્થ એ છે કે હણવા સિવાય બીજી રીતે સંમૂઢતાને કરતો નથી, અર્થાત્ હણવા સિવાય બીજી રીતે સમૂઢતા ઉત્પન્ન કરી શકાય તેમ નથી. આથી વધ કરવા યોગ્ય છે. અહીં ગ્રંથકાર જવાબ આપે છે કે, આ બરોબર નથી. કારણ કે વધને કર્મક્ષયનું કારણ માનવામાં વધનો પ્રતિપક્ષ (=વિરોધી) જે અવધ, તેનાથી કર્મબંધ થાય. (આ વિષય પૂર્વે ગાથા ૧૪૧ વગેરેમાં જણાવ્યો છે.) જો અવધ (=વધાભાવ)થી કર્મબંધ ન માનવામાં આવે તો વધથી કર્મક્ષય ઘટી શકે નહિ. આમાં (=અવધથી કર્મબંધ ન માનવામાં) વધથી કર્મક્ષય ન ઘટે તેમાં કોઇ વિરોધ નથી. (૧૬૧) एवं च मुत्तबंधादओ इहं पुव्ववन्निया दोसा । अणिवारणिज्जपसरा, अब्भुवगयबाहगा नियमा ॥ १६२ ॥ [एवं च मुक्तबन्धादय इह पूर्ववर्णिता दोषाः । अनिवारितप्रसरा अभ्युपगमबाधका नियमेन ॥ १६२ ॥] एवं चावधाद् बन्धापत्तौ मुक्तबन्धादय इह पूर्ववर्णिता दोषा अनिवारितप्रसरा अभ्युपगमबाधका वधात्कर्मक्षय इत्यङ्गीकृतविरोधिनो नियमेन अवश्यंतयेति ॥ १६२ ॥
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy