________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૬૦
एतदाशङ्कयाह—
निरुवमसुक्खो मुक्खो, न य सइ पुन्ने तओ त्ति किं न गुणो । पावोदयसंदिद्धो, इयरंमि उ निच्छओ के ॥ १५४ ॥ [निरुपमसौख्यो मोक्षः न च सति पुण्ये तक इति कथं न गुणः । पापोदयसंदिग्ध इतरस्मिन् तु निश्चयः केन ॥ १५४ ॥]
निरुपमसौख्यो मोक्षः सकलाबाधानिवृत्तेरुभयसिद्धत्वान्न च सति पुण्ये तकोऽसौ पुण्यक्षयनिमित्तत्वात्तस्येति एवं कथं न गुणः पुण्योपक्रमकरणे गुण एव । अथैवं मन्यसे पापोदयसंदिग्धो ऽसौ न ह्यत्र निश्चय उपक्रमेण पुण्ये क्षपिते तस्य मोक्ष एव भविष्यति न तु पापोदय इति, एतदाशङ्कयाहइतरस्मिन् तु दुःखितपापक्षपणे निश्चयः केन यदुत तस्यैवमेवार्थो न पुनरनर्थ કૃતિ ॥ ૪ ॥
આ (=પુણ્યને ખપાવવામાં ગુણ નથી એવી) આશંકા કરીને કહે છે— ગાથાર્થ— મોક્ષ નિરુપમ સુખવાળો છે. પુણ્ય હોય ત્યાં સુધી મોક્ષ નથી. તેથી શું ગુણ નથી ? ઉપક્રમ પાપોદયથી સંદિગ્ધ છે. દુઃખી જીવના પાપને ખપાવવામાં નિશ્ચય કોનાથી થાય ?
ટીકાર્થ— મોક્ષ અનુપમ સુખવાળો છે. કારણ કે મોક્ષમાં સર્વ દુઃખોની નિવૃત્તિ થાય છે એ વાદી-પ્રતિવાદી ઉભયને સંમત છે. પુણ્ય હોય ત્યાં સુધી મોક્ષ ન થાય. કારણ કે મોક્ષ પુણ્યના ક્ષયથી થાય છે. આથી પુણ્યનો ઉપક્રમ કરવામાં ગુણ કેમ નથી ? અર્થાત્ ગુણ જ છે.
હવે જો તમે એમ માનો છો કે પુણ્યનો ઉપક્રમ પાપોદયના સંદેહવાળો છે, એટલે કે ઉપક્રમથી પુણ્યનો ક્ષય કર્યો છતે તે જીવનો મોક્ષ જ થશે, પાપોદય નહિ થાય એવો નિશ્ચય નથી. તો દુ:ખી જીવના પાપનો ક્ષય કર્યો છતે શાનાથી નિશ્ચય કરી શકાય કે તેને આ પ્રમાણે જ ફળ મળશે અને કોઇ અનર્થ નહિ થાય, અર્થાત્ તેના પાપનો ક્ષય કર્યા પછી નવા પાપનો ઉદય નહિ જ થાય એવો નિશ્ચય કરી શકાતો નથી. (૧૫૪)
एतदेव भावयति—
दुहिओ वि नरगगामी, वहिओ सो अवहिओ बहू अने । वहिऊण न गच्छिज्जा, कयाइ ता कह न संदेहो ॥ १५५ ॥