SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાચલમંડન ઋષભદેવાય નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ, ઐ નમઃ સિધ્ધમ્ | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિ-જયશેખર અભયશેખરસૂરિભ્યો નમઃ | તત્વમંથન તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાનના પ્રકાશથી જેટલા ભાવો જુએ છે તેનો અનંતમો ભાગ અભિલાણ-શબ્દથી ઉલ્લેખ યોગ્ય હોય છે ને તેનો પણ અનંતમો ભાગ શ્રુતનિખરુ બને છે એટલે કે શ્રવણ-વાંચન યોગ્ય બને છે. તેથી એમ કહી શકાય કે લખાયેલ એક એક શબ્દની પાછળ નહિં લખાયેલા અનંતા અર્થો છૂપાયેલા છે. પોતાની પ્રતિભાથી શ્રુતકેવલી ચૌદ પૂર્વધરો એમાંથી ઓછા-વત્તા અર્થોને ઓળખી કાઢે છે તેથી જ તેઓમાં અર્થથી જસ્થાન પતિત ભાવ ઘટે છે (એટલે કે એક ચૌદપૂર્વધર કરતા બીજા ચૌદપૂર્વધરને અનંતભાગ, અસંખ્યભાગ, સંખ્યાતભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યગુણ કે અનંતગુણ વધુ અર્થબોધ થયો હોઇ શકે). આમ જિનભાષિત એક એક સૂત્ર, શબ્દના અનંતા અર્થો સંભવે છે. એ જ રીતે એક અર્થને સ્પષ્ટ કરવા, વિશદ કરવા ઘણા સૂત્રોનો પણ સહારો લેવામાં આવે છે. પૂર્વના મહાપુરુષોએ વાચનાદિના ક્રમે અનુપ્રેક્ષાના માધ્યમથી તે તે પદાર્થ અંગે સૂક્ષ્મ ચિંતન કરી એ ચિંતન ભાવિ પેઢીને પણ ઉપલબ્ધ થાય એ માટે જુદા જુદા ગ્રંથો રુપી પેટીઓ બનાવી છે. એમાં મુખ્ય એ ભાવને આગળ કરી જે ગાથાઓની રચના કરાય છે, તે કુલક તરીકે ઓળખાય છે. આમ તો એક અર્થ સાથે સંલગ્ન ચાર કે તેથી વધુ ગાથાઓનો-શ્લોકોનો
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy