SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય. एवंविह जुवइगओ, जो रागी हुज्ज कहवि इगसमयं । बीयसमयंमि निंदइ, तं पावं सव्वभावेणं ।।१७।। जम्मंमि तम्मि न पुणो, हविज्ज रागो मणंमि जस्स कया । सो होइ उत्तमुत्तम-रूवो पुरिसो महासत्तो ।।१८।। पिच्छई जुवइरूवं, मणसा चिंतेइ अहव खणमेगं । जो न चरइ अकज्जं, पत्थिज्जतो वि इत्थीहिं ।।१९।। साहू वा सड्ढो वा, सदारसंतोस-सायरो हुज्जा। सो उत्तमो मणुस्सो, नायव्वो थोवसंसारो ।।२०।। पुरिसत्थेसु पवट्टइ, जो पुरिसो धम्मअत्थपमुहेसु । अनुन्नमनाबाहं, मज्झिमरूवो हवइ एसो ।।२१।। एएसिं पुरिसाणं, जइ गुणगहणं करेसि बहुमाणा। तो आसन्नसिवसुहो, होसि तुम नत्थि संदेहो ।।२२।। ઉપર જણાવી તેવા પ્રકારની (સર્વોત્તમ રૂપવાળી) સ્ત્રીઓની વચ્ચે રહીને પણ જે પુરુષને કદાચ કોઇ પ્રકારે માત્ર એક ક્ષણભર મનમાં રાગ થઇ જાય, પણ (અકાર્યમાં પ્રવૃત્ત ન થતાં તુરંત સાવચેત થઇ) બીજી ક્ષણે પોતાના તે (માનસિક) પાપને પૂર્ણ ભાવથી (મન, વચન અને કાયાથી) નિંદે અને ફરીને તે જન્મમાં ક્યારે પણ તેના મનમાં તેવો રાગ ઉત્પન્ન ન થાય, તે બીજા પ્રકારનો-‘ઉત્તમત્તમ’ પુરુષ જાણવ, તે પણ મહા સત્ત્વશાળી છે. [૧૭-૧૮ | જે પુરુષ યુવતિ સ્ત્રીઓનું રુપ રાગથી જુએ, અથવા ક્ષણભર મનથી તેનું ચિંતવન પણ કરે, છતાં સ્ત્રીઓ પ્રાર્થના કરે તો પણ જે અકાર્ય ન કરે, જો તે સાધુ હોય તો પોતાનું બ્રહ્મચર્યવ્રત જાળવી રાખે અથવા શ્રાવક હોય તો સ્વદારાસંતોષી રહે. તે ત્રીજા પ્રકારનો ‘ઉત્તમપુરુષ” અલ્પ સંસારી જાણવો. ||૧૯-૨૦ના જે પુરુષ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થોમાં પરસ્પર બાધા ન આવે તે રીતે તેમાં પ્રવર્તે તે ચોથા પ્રકારનો મધ્યમ પુરુષ' જાણવો. તારવી એ ચારે પ્રકારના પુરુષોના ગુણોને જો તું બહુમાન પૂર્વક ગ્રહણ કરીશ તો તું નજીકમાં જ મુક્તિસુખ મેળવીશ, તેમાં કશો સંદેહ નથી. |રિર
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy