SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૪૬ પહેલું સૂત્ર સાત્યક્તિનુવાપેલEશુભકર્મ અત્યંત અનુબંધની અપેક્ષાએ સાનુબંધ છે, અર્થાત્ અનુબંધ અલ્પ નથી, કિંતુ અત્યંત છે. નિયમ ફળ આપે છે– પ્રકૃષ્ટ હોવાથી જ નિયમ ફળ આપે છે. શુભમાં પ્રવૃત્તિ કરાવે છે– અનુબંધ વડે શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, અર્થાત્ એક કે બે-ત્રણ જ વાર શુભમાં પ્રવૃત્તિ કરાવે છે એમ નહિ, કિંતુ નિરંતર ઘણા વખત સુધી શુભમાં પ્રવૃત્તિ કરાવે છે. આ મારી અનુમોદના ઉત્તમ ગુણોથી યુક્ત અરિહંત આદિના પ્રભાવથી સૂત્રાનુસારે સમ્યગુ વિધિપૂર્વક થાઓ ઇત્યાદિ પ્રાર્થના કરવી એ નિદાનનું સ્થાન છે, અર્થાત્ નિદાન છે એમ ન માનવું. કેમ કે ક્લિષ્ટ કર્મબંધનું કારણ, ભવના અનુબંધવાળા અને સંવેગથી રહિત એવા જે મહાઋદ્ધિ અને ભોગમાં આસક્તિના અધ્યવસાય તે અધ્યવસાય નિદાન છે. અહીં કરેલી પ્રાર્થનામાં તે લક્ષણ ઘટતું નથી. જેનામાં નિદાનનું લક્ષણ ન ઘટે તેને નિદાન ન મનાય. જો આ પ્રાર્થનાને નિદાન માનવામાં આવે તો આરોગ્યની પ્રાર્થનાને પણ નિદાન માનવાનો પ્રસંગ આવે, અને મારો વોથિનામં સમાવિમુરમ હિંદુઇત્યાદિ વચન (આવશ્યક સૂત્રમાં ચતુર્વિશતિસ્તવસૂત્રમાં) સાંભળવામાં આવતું હોવાથી આગમની સાથે વિરોધ આવે. આ પ્રમાણે પ્રાસંગિક વર્ણનથી સર્યું. ૧૫. અંતિમમંગલા सूत्रपरिसमाप्ताववसानमङ्गलमाह સૂત્રની સમાપ્તિમાં અંતિમ મંગલ કહે છે – नमो नमिअनमिआणं परमगुरुवीअरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा ॥१५॥ | | કૃતિ પવિપવિધાયુવીનાહાકુ સમi ૧ આરોગ્ય એટલે મોક્ષ. બોધિલાભ એટલે જિનધર્મની પ્રાપ્તિ. સમાધિવર એટલે ભાવ સમાધિ. ઉત્તમ એટલે સર્વોત્કૃષ્ટ. આ પદોનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે છે-મોક્ષ માટે જિનધર્મની પ્રાપ્તિને આપો, અર્થાત્ મોક્ષ માટે જિનધર્મની પ્રાપ્તિ કરાવો, અને જિનધર્મની પ્રાપ્તિ થાય એ માટે સર્વોત્કૃષ્ટ સમાધિને આપો. (ધર્મસંગ્રહ ગ્રંથના આધારે)
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy