SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૪૩ પહેલું સૂત્ર वाऽसुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं, कडगबद्धे विअ विसे, अप्पफले सिआ, सुहावणिज्जे सिआ, अपुणभावे सिआ॥१३॥ एवमेतत्सूत्रं सम्यक्पठतः संवेगसारं, तथा 'शृण्वतः' आकर्णयतः अन्यसमीपात्, तथा अनुप्रेक्षमाणस्य' अर्थानुस्मरणद्वारेण । किं ? इत्याह-'श्लथीभवन्ति' मन्दविपाकतया । तथा 'परिहीयन्ते', पुद्गलापसरणेन तथा 'क्षीयन्ते' निर्मूलत एवाशयविशेषाभ्यासद्वारेण । के ? इत्याह-'अशुभकर्मानुबन्धा' भावरूपाः, कर्मविशेषरूपा वा । ततः किं ? इत्याह-'निरनुबन्धं वाऽशुभकर्म' यच्छेषमास्ते । 'भग्नसामर्थ्य' विपाकप्रवाहमङ्गीकृत्य शुभपरिणामेनानन्तरोदितसूत्रप्रभवेन । किमिव ? इत्याह-'कटकबद्धमिव विषं मन्त्रसामर्थ्येनाल्पफलं स्यात्', अल्पविपाकमित्यर्थः । तथा 'सुखापनेयं स्यात्', संपूर्णस्वरूपेणैव । तथा 'अपुनर्भावं स्यात्' कर्म, पुनस्तथाऽबन्धकत्वेन । સૂત્રાર્થ– આ પ્રમાણે આ સૂત્રનો સંવેગપૂર્વક સારી રીતે પાઠ કરનાર, બીજાની પાસે સાંભળનાર અને તેના અર્થનું સ્મરણ કરવા દ્વારા ચિંતન કરનાર મનુષ્યના અશુભકર્મોના અનુબંધો (આ સૂત્રના પાઠ આદિથી થયેલા શુભ પરિણામથી) મંદવિપાકવાળા થવાથી શિથિલ થાય છે, (આનાથી રસમંદતા જણાવી.) આત્મામાંથી કર્મયુગલો ખસી જવાથી ઘટી જાય છે, (આનાથી સ્થિતિહાનિ જણાવી.) તથા વિશિષ્ટ પ્રકારના પરિણામનો અભ્યાસ થતાં અશુભ કર્મના અનુબંધોનો સર્વથા જ ક્ષય થાય છે. નિરનુબંધ જે અશુભકર્મો બાકી રહ્યાં હોય તે હમણાં કહેલા આ સૂત્રના પાઠથી થયેલા શુભ પરિણામથી સામર્થ્ય રહિત બને છે, મંત્રના સામર્થ્યથી કંકણમાં બાંધેલા વિષની જેમ અલ્પફળવાળાં બને છે. તેથી સુખપૂર્વક સંપૂર્ણપણે જ દૂર કરી શકાય તેવાં બને છે. (તેથી) ફરીથી ન બંધાય તેવાં બને છે. ટીકાર્થ– સમનુવા ભાવરૂપ: વિશેષરૂપા વા-અશુભ કર્મના અનુબંધો સદ્ભાવરૂપ છે, એટલે કે આત્મામાં સત્તારૂપે રહેલા છે, અથવા વિશેષ પ્રકારના કર્મ સ્વરૂપ છે, એટલે કે અનુબંધો પણ વિશેષ પ્રકારના કર્મ સ્વરૂપ જ છે. ૧. અથવા ભાવ એટલે ચિત્તપરિણામ. અશુભ કર્મના અનુબંધો ચિત્તના અશુભ પરિણામ રૂપ છે. (ચિત્તના અશુભ પરિણામો અશુભ કર્મના અનુબંધનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી ચિત્તના અશુભ પરિણામને પણ અશુભ કર્માનુબંધ કહેવાય.)
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy