SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૨૧ પહેલું સૂત્ર થાય છે. કારણ કે સદા માટે ક્યારે ન આવે તે રીતે બધા અનર્થો દૂર થાય છે. માટે જ) આ ચારના શરણનો સ્વીકાર અનર્થોથી બચવાનો મહાન ઉપાય છે. દુષ્કત ગર્તા – આ ભવમાં અને પરભવમાં કરેલાં દુષ્કતોની પરની સાક્ષીએ અકર્તવ્યબુદ્ધિની પ્રધાનતાવાળી ગહ કરવી જોઇએ. અકર્તવ્ય બુદ્ધિની પ્રધાનતાવાળી એટલે ગહ કરવાના સમયે આ દુષ્કૃત કરવા યોગ્ય નથી એવી બુદ્ધિની મુખ્યતા હોવી જોઇએ. તે રીતે નિવેદન ( ગુરુ આદિને જણાવવા) પૂર્વક દુષ્કતોનો સ્વીકાર કરવો એ દુષ્કૃતગર્તા છે. પરની સાક્ષીએ– ગુરુ વગેરે પરની સાક્ષીએ. પાપોની નિંદા અને ગહ એ બંને કરવી જોઇએ. તેમાં નિંદા સ્વસાક્ષીએ અને ગર્તા પરસાક્ષીએ કરવાની હોય છે. ગઈ અકર્તવ્યબુદ્ધિની પ્રધાનતાવાળી હોવી જોઇએ, એટલે કે ગર્તામાં દુષ્કતો કરવા યોગ્ય નથી એવી બુદ્ધિ મુખ્યપણે હોવી જોઇએ. ગુરુ આદિને તે રીતે (=પશ્ચાત્તાપના ભાવપૂર્વક) જણાવીને આ મેં ખોટું કર્યું છે એમ દુષ્કતોનો સ્વીકાર કરવો તે દુષ્કત ગર્તા છે. દુષ્કત ગહ કર્મના અનુબંધનો નાશ કરવાનો અવંધ્ય ઉપાય છે. આથી દુષ્કૃતગર્યા કરવી જોઇએ. સુકૃત અનુમોદના– અરિહંત વગેરે બીજાઓએ કરેલા સુકૃતની વિવેકપૂર્વક (સુકૃત-દુષ્કતના, ધર્મ-અધર્મના કે ગુણદોષના વિવેકપૂર્વક) અનુમોદના કરવી. આ અનુમોદના નિયત (=સદા) થવી જોઇએ. જેથી અખંડ શુભભાવ થતો રહે. સુકૃતની અનુમોદના શુભ પરિણામનું મહાન (મુખ્ય) કારણ છે એમ વિચારવું. પુણ્ય અને પાપ કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ રીતે થાય છે. (અહીં બીજાઓએ કરેલા સુકૃતોની અનુમોદનાના ઉપલક્ષણથી પોતે કરેલાં સુકૃતોની અનુમોદના પણ સમજી લેવી.). ૧ આનાથી ટીકાકાર એ કહેવા માગે છે કે જેમ સુકૃત કરવાથી અને કરાવવાથી પુણ્ય બંધાય તેમ સુકૃતની અનુમોદનાથી પણ પુણ્ય બંધાય. માટે કદાચ વિશેષ સુકૃત ન કરી શકાય અને ન કરાવી શકાય તો પણ સુકૃતની અનુમોદના તો અવશ્ય કરવી જોઇએ. તથા દુષ્કતનો ત્યાગ ન કરી શકાય અને ન કરાવી શકાય તો પણ દુષ્કતની અનુમોદના તો ન જ કરવી જોઇએ, કિંતુ નિંદા-ગઈ કરવી જોઇએ.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy