SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૨૬ रागाईणमभावे, जं होइ सुहं तयं जिणो मुणइ । हि सण्णवाहिओ, जाणइ तदभावजं सोक्खं ॥ પાંચમું સૂત્ર इति विभाषा कर्त्तव्या । सर्वथाचिन्त्यमेतत्स्वरूपेण सिद्धसुखं न तत्त्वतो मतेरविषयत्वात् । સૂત્ર-ટીકાર્થ— આ પ્રમાણે સિદ્ધોનું સુખ સૂક્ષ્મ છે. પરમાર્થથી સિદ્ધ સિવાય બીજાથી અનુભવી શકાતું નથી. અહીં દૃષ્ટાંત કહે છે-જેમ સાધુ સિવાય બીજો જીવ સાધુનું સુખ ન અનુભવી શકે, કારણ કે સાધુનું સુખ વિશિષ્ટ ક્ષાયોપશમિક ભાવથી વેદી શકાય તેવું છે. જેમ રોગી આરોગ્યનું સુખ ન અનુભવી શકે. કહ્યું છે કે-‘‘રાગાદિના અભાવમાં જે સુખ થાય છે તે સુખને જિન જાણે છે. સન્નિપાત રોગથી ઘેરાયેલો જીવ સન્નિપાતના અભાવથી થનારા સુખને જાણતો નથી.’' આ પ્રમાણે વિભાષા કરવી, એટલે કે આ બે દૃષ્ટાંતોની જેમ સિદ્ધસુખમાં પણ કહેવું. અર્થાત્ તે રીતે અસિદ્ધ જીવ સિદ્ધસુખ ન અનુભવી શકે. સિદ્ધસુખ સ્વરૂપથી અચિંત્ય છે, અર્થાત્ સિદ્ધસુખનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે. કારણ કે તે પરમાર્થથી બુદ્ધિનો વિષય નથી. ૧૧. સિદ્ધસુખ અને સિદ્ધોનો કાળ साइ- अपज्जवसिअं एगसिद्धाविक्खाए, पवाहओ अणाई । तेवि भगवंतो एवं ॥ ११॥ साद्यपर्यवसितं प्रमाणत: एकसिद्धापेक्षया न तु तत्प्रवाहमधिकृत्य, प्रवाहतस्त्वनादि तदोघमाश्रित्य । तथा चाह - तेऽपि भगवन्तः सिद्धा एवं एकसिद्धापेक्षया साद्यपर्यवसिताः प्रवाहापेक्षया अनाद्यपर्यवसिता इति । સૂત્ર-ટીકાર્થ— સિદ્ધસુખ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત છે. પ્રવાહથી તો સિદ્ધસમૂહને આશ્રયીને અનાદિ છે. સિદ્ધ ભગવંતો પણ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ૧૨. સર્વજીવોમાં ભવ્યત્વ સમાન હોવા છતાં તથાભવ્યત્વ ભિન્ન છે. तहाभव्वत्ताभावओ । विचित्तमेअं तहाफलभेएण । नाविचित्ते सहकारिभेओ, तदविक्खो तओत्ति । अणेगंतवाओ तत्तवाओ ।
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy