SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૨૦ પાંચમું સૂત્ર સૂત્ર-ટીકાર્થ– તો પછી સિદ્ધ જીવ અભાવરૂપ છે ? અભાવરૂપ પણ નથી એ પ્રમાણે કહે છે-સિદ્ધો શબ્દાદિરૂપ ન હોવા છતાં અભાવરૂપ નથી. કિંતુ જ્ઞાનની જેમ સિદ્ધોની રૂપરહિત સત્તા છે=વિદ્યમાનતા છે, અર્થાત્ અરૂપીપણે સિદ્ધ વિદ્યમાન છે. સિદ્ધોની સત્તા આકૃતિ રહિત, સ્વભાવથી જ અનંતવીર્ય યુક્ત, કૃતાર્થ, દ્રવ્યથી અને ભાવથી સર્વ પ્રકારની પીડાથી રહિત, અપેક્ષા ઉત્પન્ન કરવાની શક્તિ દૂર થઇ ગઇ હોવાથી સર્વથા નિરપેક્ષ=સર્વ અપેક્ષાઓથી રહિત, સર્વ અપેક્ષાઓથી રહિત હોવાથી જ તરંગ રહિત મહાસમુદ્રની જેમ સ્થિર અને પ્રશાંત છે. સર્વોત્કૃષ્ટ સુખ હોવાથી અનુકૂલ છે. (અહીંનાડુના એવો પાઠ હોય તો વ્યાકુળતા રહિત છે એવો અર્થ થાય.) ૪. સિદ્ધોનું સુખ સંયોગ અને અપેક્ષાથી રહિત છે. असंजोगिए एसाणंदे अओ चेव परे मए ॥४॥ एतस्या एव परमसुखत्वमभिधातुमाह- असांयोगिक एष आनंदः, सुखविशेषः । अत एव निरपेक्षत्वात् परो मतः प्रधान इष्टः । સૂત્ર-ટીકાર્થ– સિદ્ધસત્તાના જ પરમ સુખને જણાવવા માટે કહે છે-સિદ્ધોનું આ સુખ સંયોગ વિના પ્રાપ્ત થાય છે. આથી જ તે સુખ અપેક્ષા વિનાનું હોવાથી પ્રધાન છે. ૫. મોહ મુખ્ય ભાવશત્રુ છે. अविक्खा अणाणंदे, संजोगो विओगकारणं अफलं फलमेआओ, विणिवायपरं खु तं, बहुमयं मोहाओ अबुहाणं, जमित्तो विवज्जओ, तओ अणत्या अपज्जवसिआ, एस भावरिऊ परे । अओ वुत्ते उ भगवया ॥५॥ ૧. સિદ્ધોની સત્તા આકૃતિ રહિત છે ઇત્યાદિનો “સિદ્ધો આકૃતિ રહિત છે' ઇત્યાદિ ભાવાર્થ સમજવો. ૨. તન્નાને નિવૃત્ત વિત્ત =કરવા જેવું બધું કરી લીધું હોવાથી કાર્ય કરવાની શક્તિ નિવૃત્ત થઇ ગઇ છે. ૩. જ્યાં સંયોગ ન હોય ત્યાં નિયમા અપેક્ષા પણ ન હોય. જ્યાં અપેક્ષા હોય ત્યાં નિયમા સંયોગ હોય.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy