SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ચોથું સૂત્ર III એવો આગ્રહ ન હોય. જે ઉપાદેય છે તે આપણે આચરવું જ જોઇએ એવો આગ્રહ ન હોય. એથી તે તે અવસરે હેય પણ આચરે અને ઉપાદેય ન પણ આચરે. કહ્યું છે કે-જેવી રીતે અંધ, બધિર અને મૂક સમાન (=બીજાઓથી જાણી શકાય તેવા) રૂપ વગેરેમાં અલના પામે છે, અર્થાત્ અંધ માણસ આ રૂપ આવું જ છે એવો નિર્ણય કરી શકતો નથી, બધિર માણસ આ શબ્દ અમુક પ્રકારના જ છે ઇત્યાદિ નિર્ણય કરી શકતો નથી, મૂંગો માણસ શબ્દો બરોબર બોલી શકતો નથી, બોલતાં બોલતાં અલના પામે છે, તેમ બહુ વિરાધક (તથાસંમોહા) તેવા પ્રકારની પ્રતિમૂઢતાના કારણે હેય-ઉપાદેયમાં અભિનિવેશવાળો=આગ્રહવાળો ન હોય. ૯. માર્ગગામી વિરાધકનું લક્ષણ इत्य मग्गदेसणाए अणभिनिवेसो, पडिवत्तिमित्तं किरिआरंभो । ___ तथा प्रतिपत्तिमात्रं मनाग्विराधकस्य नानभिनिवेशः । तथा क्रियारम्भोऽल्पतरविराधकस्य न प्रतिपत्तिमात्रम् । સૂત્ર-ટીકાર્ય–તેનાથી કંઇક ઓછા વિરાધકને અનભિનિવેશ ન હોય, અર્થાત્ આગ્રહ=પક્ષપાત હોય, તથા માર્ગનો માત્ર સ્વીકાર (=શ્રદ્ધા) હોય. એનાથી ઓછા વિરાધકને પક્ષપાત અને સ્વીકાર(શ્રદ્ધા) ઉપરાંત ક્રિયાનો આરંભ પણ હોય. ૧૦. માર્ગગામીનું ભણેલું ભણેલું છે. एवंपि अहीअं अहीअं, अवगमलेसजोगओ। ॥१०॥ ___एवं किम् ? इत्याह-एवमपि विराधनयाऽधीतमधीतं सूत्रं भावतः । कुतः ? इत्याह-अवगमलेशयोगतः सम्यगवबोधलेशयोगेन । સૂત્ર-ટીકાઈ– આ પ્રમાણે શું થયું તે કહે છે-માર્ગગામીનું વિરાધનાથી પણ ભણેલું પરમાર્થથી ભણેલું છે. કારણ કે તેને કંઇક સમ્યગુ બોધ થયો છે. ૧૧. વિરાધનાવાળો સબીજ હોય. अयं सबीओ निअमेण, मग्गगामिणो खु एसा। ॥११॥ अयं सबीजो नियमेन विराधकः सम्यग्दर्शनादियुक्त इत्यर्थः । कुतः ? इत्याह-मार्गगामिन एवैषा विराधना, प्राप्तबीजस्येति भावः ।
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy