SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ককককককককককককককককককককককককক થયેલ તે સ્ત્રી સાથે ભેગની વાત કરતું નથી. ચારુદત્તના પિતાએ આ વાત જાણું. તેથી તેઓ સમજ્યા કે ચારુદત્ત ભેગમાં કાંઈ સમજતા નથી. એમ વિચારીને કલિંગસેના નામની ગણિકાની પુત્રી જે વસંતસેના હતી. તેની પાસે કામગ શીખવા માટે મૂક્યો. એમ કરતાં તે ચારુદત્તને વેશ્યાના ઘેર રહેતાં બાર વર્ષ વીત્યાં. તેણે વેશ્યા સાથે રહી સેલ કોઠ સેનયા વાપરી નાંખ્યા. પછી ચારુદત્તને દ્રવ્યરહિત થયેલે જાણ વેશ્યાની માતા-અકાએ તેને કાઢી મૂકો. ઘેર આવીને જુએ છે ત્યારે મા બાપ મરી ગયાં હતાં. ઘર અને દુકાન ખંડિયેર થઈ ગયાં હતાં. આ દેખીને ઘણો જ દિલગીર થયા પછી વ્યાપાર કરવા માટે પિતાની સ્ત્રીના આભૂષણે લીધા. તે લઈને મામા તથા પિતે વેપાર માટે ચાલ્યા. માર્ગ માં જતાં જતાં ઉશીરપુર નગરમાં આવ્યા. ત્યાં મામા અને ભાણેજે, કપાસ લીધે. તે લઈને તામ્રલિપ્તિ નગરી તરફ ચાલ્યા. અનુક્રમે વનમાં જતાં વનમાં આગ લાગતાં તેમને બધેજ કપાસ બળી ગયે. ત્યારે મામાએ જાણ્યું કે આ ચારુદત્ત નિર્ભાગ્ય છે. એની સાથે મારું મન પણ જશે. એટલે ચારૂદત્તને એકલે મૂકી દીધો. ત્યાર પછી ચારુદત્તએ એક ઘોડે વેચાતો લીધે, તેના ઉપર બેસીને પશ્ચિમ દિશા તરફ જતાં ઘેડો મરી ગયો એટલે તે પગે ચાલવા લાગ્યો. પગે ચાલતાં તે ઘણું જ થાકી ગયે. અને ભૂખ-તરસ પણ સખત લાગી. આવાં મોટાં દુઃખેને સહન કરતે ચારુદત્ત અનુક્રમે પ્રિયંગુ નગર પહોંચ્યા. ત્યાં ઘણાં વણિકનાં ઘર છે. તેમાં એક સુરેન્દ્રદત્ત નામને વણિક પિતાના પિતાને મિત્ર છે. તેને ત્યાં ગયે. તેણે પુત્રની જેમ રાખે. ભોજન વસ્ત્રાદિક આપ્યાં અને કહ્યું કે તું દુઃખ ખમવા શું કામ બહાર જાય છે ? માટે મારે ઘેર જ રહે. તે પણ ચારુદત્તને મનમાં ધનને લેભ હેવાથી વ્યાપાર કરવાની માટી હોંશ રાખે છે. તેથી કેઈકની પાસે લાખ રૂપિયા ઉધાર લઈને પણ ના કહેવા છતાં ચારુદત્ત પરદેશમાં જવા માટે જહાજમાં બેઠે. સાથે બીજા પણ ઘણા લેકે જહાજમાં બેઠા. અનુક્રમે તે જહાજ યમુનાદ્વીપે પહોંચ્યું; એ રીતે ઘણું ગામે ને નગર ફરતો તે આઠ કોડ સોનૈયા કમાયે. destedesestededestedeste destaca stasestustestostestosteste deste stedestedash dodaste sustastastestostestade destestestostestostestostestes
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy