________________
३३० बिडमुन्भेइयं 'लोणं, तिल्लं सप्पिं च “फाणिअं । १°न ते सन्निहिमिच्छंति, नायपुत्तवओरया ॥१४३|| लोहस्सेस 'अणुफासे, 'मन्ने 'अन्नयरामवि । जे "सिया “सन्निहिं कामे, "गिही "पव्वइए 'न "से ॥१४४|| जं पि वत्थं च पायं वा, 'कंबलं 'पायपुंछणं । तं पि "संजमलज्जट्ठा, “धारंति परिहरंति अ ॥१४५|| 'न 'सो परिग्गहो 'वुत्तो, नायपुत्तेण ताइणा । .. "मुच्छापरिग्गहो कुत्तो 'इइ"वुत्तं "महेसिणा ॥१४६॥ ते ज्ञातपुत्रवचोरताः, बिडमुद्भेद्यं लवणं, तैलं सर्पिः फाणितं च, सन्निधिं नेच्छन्ति ॥१४३।। एष लोभस्याऽनुस्पर्शः, मन्येऽन्यतरामपि । यः स्यात् सन्निधिं कामयेत्, स गृही, न प्रव्रजितः ॥१४४॥ यदपि वस्त्रं च पात्रं वा, कम्बलं पादप्रोञ्छनम् । तदपि संयमलज्जार्थं, धारयन्ति परिहरन्ति च ॥१४५॥ त्रायिणा ज्ञातपुत्रेण स परिग्रहो नोक्तः । मूर्छापरिग्रह उक्तः, इति महर्षिणोक्तम् ॥१४६||
તે શ્રમણભગવંત વીરના વચનોમાં તત્પર સાધુઓ પ્રાસુક = ગોમુત્ર અગ્નિ વગેરેથી શુષ્ક કરેલ અથવા અપ્રાસુક = સમુદ્રાદિકાનું મીઠું, તેલ, ઘી, ઢીલો ગોળ, આ બધાને પાસે રાખવાનું ઈચ્છતા નથી ૧૪૩
આ બધો લોભનો જ કંઈક સ્પર્શ = અંશ છે, બીજાને પણ એ જ રીતે (પરિગ્રહ) હું માનું છું; જે વસ્તુને પાસે રાખવાનું ઈચ્છે છે, તે ગૃહસ્થ છે, પણ સાધુ નથી. ૧૪૪
જે પણ વસ્ત્ર, પાત્ર, કામળી અને રજોહરણ વગેરે છે. તે પણ સંયમમાટે અને લજજાને કારણે ધારણ કરે છે અને ઉપભોગ કરે છે. ૧૪૫
રક્ષણ કરનારા = તારક એવા જ્ઞાતપુત્ર શ્રી વીર પ્રભુએ તેને પરિગ્રહ જણાવ્યો નથી, પરંતુ મૂર્છા = મમતાને જ પરિગ્રહ બતાવેલ છે, એ પ્રમાણે મહાપુએ કહ્યું છે. ૧૪૬