________________
२०७ સારા કર્મવાળા જીવો શુભ કૃત્ય કરીને પરલોકમાં સુખી થાય છે सुकम्मा जीवा सुहाई किच्चाई करित्ता, परलोए सुहिणो हवन्ति । सुकर्माणो जीवाः शुभानि कृत्यानि कृत्वा, परलोके सुखिनो भवन्ति । હે ભગવન! આપ આ અસાર સંસારમાંથી અમારા જેવા દુ:ખીઓનો ઉદ્ધાર કરો. भयवं! भवन्तो इमत्तो असारत्तो संसारत्तो अम्हारिसे दुहिणो उद्वरेउ । भगवन्! भवानस्मादसारात् संसारादस्मादृशान् दुःखिन उद्धरतु । શત્રુઓથી પ્રજાનું રક્ષણ કરવાને રાજાના પુરુષોએ નગરની બહાર ખાઈ કરી. सत्तुसुन्तो पयं रक्खिउं रायपुरिसा नयरत्तो बहिं परिहं करीअ । शत्रुभ्यः प्रजा रक्षितुं राजपुरुषा नगराद् बहिः परिखामकुर्वन् । પત્થર જેવા હૃદયને ધારણ કરનારા આ માણસો બળદોને બહુ જ પીડે છે. गावव्व हिययवंता इमे जणा बइल्ले अईव पीलंति । ग्रावाण इव हृदयवन्त इमे जना बलीवर्दानतीव पीडयन्ति । માણસો અંધકારમાં ચક્ષુવડે જોવાને સમર્થ થતા નથી. मणूसा तमंसि चक्खूहिं देक्खिउं पक्कला न हवन्ति । मनुष्यास्तमसि चक्षुभ्या॑ द्रष्टुं समर्था न भवन्ति । લોકો આસો માસમાં એકમથી આરંભીને પૂર્ણિમા સુધી મહોત્સવ કરે છે. जणा आसिणे मासे पाडिवयाए आरब्भ पुण्णमं जाव महसवं कुणंति । जना आश्विने मासे प्रतिपद आरभ्य पूर्णिमां यावन् महोत्सवं कुर्वन्ति । વિદ્વાન માણસો પોતાના ગુણવડે સર્વ ઠેકાણે પૂજાય છે. विउसा जणा अप्पणो गुणेहिं सव्वत्थ पूइज्जेइरे । विद्वांसो जना आत्मनो गुणैः सर्वत्र पूज्यन्ते । સોની કસોટી ઉપર સોનાની પરીક્ષા કરે છે. सुवण्णगारो निहसंमि सुवण्णं परिक्खइ । सुवर्णकारो निकषे सुवर्णं परीक्षते । સારો વૈઘ પણ તુટેલ આયુષ્યને સાંધવાને સમર્થ થતો નથી. सुविज्जो वि तुट्टि आउसं संधिउं पक्कलो न होइ ।