SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિનિ ૮૬૭ છે પણ એ ભૌતિક જ્ઞાન છે. ભૌતિક જ્ઞાન જીવને સંસારથી તારનાર નથી, પણ સ`સારમાં ડૂબાડનાર છે. સાચું જ્ઞાન તા એ જ કહેવાય કે જીવને ભવેાભવના બંધનની એડીએમાંથી મુક્ત કરવાની તાકાત ધરાવે, પાપના પહાડો નીચે અને દુઃખના ડુ'ગરો નીચે દબાયેલા જીવને મુક્તિમાર્ગના મુસાર બનાવે. પાપ કાર્યાંમાંથી નિવૃત્તિ, ધમ કાર્યાંમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ આ ત્રણ કાર્યાં જ્ઞાન દ્વારા થાય છે. ઘણી વાર અજ્ઞાની કહે કે જ્ઞાનથી શે લાભ થાય છે! એનાથી કંઈ આપણું ભલું થતું નથી. જ્ઞાની દુઃખી થાય છે તે અજ્ઞાની પણ દુ:ખી થાય છે. જ્ઞાની પણ મરે છે ને અજ્ઞાની પણ મરે છે, માટે આપણે કઈ જ્ઞાન મેળવવાની માથાકૂટમાં પડવુ નથી. આવુ ખેલનાર જ્ઞાનની અશાતના કરે છે, તેથી એને જ્ઞાનાવરણીય કમ' બધાય છે. જ્ઞાનાવરણીય કર્મ બાંધવાના ઘણાં કારણેા છે. કઈ માણુસ સભ્યજ્ઞાની હાય છતાં એને કોઈ કહે કે આનામાં તા કઈ જ્ઞાન નથી. એ શુ' સમજે છે? એવા તે મેં ઘણાં જ્ઞાની જોઈ લીધા. આવું બેલે તે એણે જ્ઞાનીની અશાતના કરી કહેવાય. તે રીતે જ્ઞાનીજનાના વિનય ન કરે, એમની અશાતના કરે, નિ'દા કરે, ઈર્ષ્યા - કરે, એમનુ' અપમાન કરે, તેમના પ્રત્યે દ્વેષ રાખે, ખાટા ઝઘડા વિખવાદ કરે તે જીવ વિશેષ પ્રકારે જ્ઞાનાવરણીય કમ બાંધે છે. કોઈ જ્ઞાન ઉપાર્જન કરતું હાય, સ્વાધ્યાય કરતુ હાય તેને કોઈ ને કોઈ રીતે અંતરાય આપવામાં આવે અથવા તે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધના પુસ્તક, ઠવણી વિગેરેને પછાડવા, ઠોકરે મારવા કે ગમે ત્યાં રખડતા મૂકવા વિગેરે જ્ઞાનના સાધનાની અશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણીય કમ ખાંધે છે. તેના કારણે જીવને પરભવમાં મૂઢતા, જડતા, બહેરાપણું, મૂંગાપણુ. વિગેરે ભારે દંડ ભોગવવા પડે છે, માટે જ્ઞાનાવરણીય કમ બંધાય તેવા કારાથી દૂર રહેા. જે જીવન જ્ઞાનની અશાતના કરી જ્ઞાનાવરણીય ક્રમ બાંધે છે એની કેવી દશા થાય છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજાવું. પદમપુર નામના નગરમાં સિંહદાસ નામના એક શ્રીમ'ત શ્રેષ્ઠી વસતા હતા. એને ઘેર સાત ક્રોડની સપત્તિ હતી. તે જૈન ધર્માંના દૃઢ અનુરાગી હતા. એમને કપૂરતિલકા નામની શેઠાણી હતી. તે પણ જૈન ધર્મીમાં શ્રધ્ધા રાખનારી હતી. પાસે ધન ગમે તેટલુ હાય પણ જો જીવનમાં ધમ ન હાય તા તે ધનની કોઈ કિમત નથી. ધમ વિનાનું જીવન પશુ સમાન છે. આજે સંસારમાં અજ્ઞાની લોકો ખેલે છે ને કે “ વસુ વિના નર પશુ.” વસુ એટલે શું? એ તે તમે સમજો છે ને ? વસુ એટલે ધન. જેની પાસે ધન નથી તેની આ સ'સારમાં કોડીની કિંમત નથી. એક તણખલાના મૂલ્ય થાય છે પણ ગરીબ માણસના મૂલ્ય થતા નથી, એટલે એને પશુ સમાન ગણવામાં આવે છે, ત્યારે જ્ઞ ની પુરૂષા કહે છે કે “ ધમે નદીના શુમિ: સમાના ધન વિનાના માણસ પશુ સમાન નિહ પણ જેના જીવનમાં ધમ નથી તે પશુ સમાન છે. આ શેઠને ,,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy