SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ લાગે તેવા વસ્ત્રો અને ભજન એને આપવાના. આમ ઋતુ ઋતુને અનુકૂળ પદાર્થો આપે છે. આવું વહાલું શરીર પણ એક દિવસ છોડવું પડશે. દેહમાંથી ચેતનદેવ ચાલ્યો જાય છે ત્યારે મરનારના એકલા શરીરને ચિતામાં મૂકીને એને અગ્નિથી બાળીને સ્ત્રી-પુત્ર અને સ્વજને પિતાના કામમાં સાથ આપનારને આશ્રય લઈ મરનારને છેવટે ભૂલી જાય છે. સૂત્રકાર ભગવંત આ ગાથામાં સંસારના સ્વરૂપનું રોમાંચકારી વર્ણન કરતા કહે છે કે આ સંસાર કે સ્વાર્થમય છે કે જે પત્ની-પુત્ર, પરિવાર આદિ સગા સબંધીઓ જે વ્યક્તિને વિરહ ક્ષણભર સહન કરી શકતા ન હતા અને જે દેહની સારી રીતે સાર સંભાળ રાખતા હતા તે બધા ભેગા થઈને પિતાના હાથથી એ શરીરને ચિતામાં બાળી નાખે છે. એટલું જ નહિ પણ એના શરીર ઉપર જે કંઈ આભૂષણે હોય છે તે પણ ઉતારી લે છે, અને પછી બીજા આપ્તજનોને આશ્રય લઈને જનારને ભૂલી જાય છે. આ સંસારમાં તમે આ તે નજરે દેખો છો ને કે માણસ મરી જાય છે ત્યારે એના ઘરનાને એને વિયેગ સાલે છે. એને માટે સંસાર શૂન્ય બની જાય છે. જીવવું પણ ઝેર જેવું લાગે છે, પણ સમય જતાં ધીમે ધીમે વિયેગને દુઃખ વિસારે પડી જાય છે, પછી એને બીજા સ્વજને મળતાં એને સનેહ મળતાં આનંદથી રહે છે પછી તે મરનારને કઈ યાદ પણ કરતા નથી. છ બાર મહિને પ્રસંગ આવે યાદ કરે છે. આવી આ સંસારની રીત છે. એવા સંસારમાં કયાંય રાચવા જેવું નથી, માટે સમજીને એને મોહ છોડવા જેવું છે. જે આત્માઓ સંસારને મોહ છેડીને ત્યાગના પંથે સીધાવે છે એના આત્માનું કલ્યાણ થાય છે. બાકી સંસારને મોહ રાખીને જીવનારા અજ્ઞાની છે અનંતકાળ સુધી સંસારમાં ભટકે છે ને ભયંકર દુઃખ લેંગવે છે. - આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનની આરાધના કરી અજ્ઞાનના અંધકાર ઉલેચવાના છે પણ સંસારી જ આજના દિવસને લાભપાંચમને દિવસ માને છે. લાભ એટલે શેને લાભ? ધનને. મને વધારે ધન કેમ મળે, હું લાખોપતિ અને ક્રોડપતિ કેમ બનું? એવા અરમાને સેવે છે પણ જ્ઞાની પુરૂષો કહે છે કે ભૌતિક લાભ એ સાચે લાભ નથી. એ ધનના લાભ ઉપર મૂર્છા થાય તે જીવ દુર્ગતિમાં જાય છે ત્યારે જ્ઞાનને લાભ જીવને સંસારની મૂછ ઉતારી ધર્મ માર્ગમાં જેડીને સદ્ગતિમાં લઈ જનાર બને છે. આટલા માટે આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે “જોરિ તુવન્ન ” આ લેકમાં જે કોઈ મોટામાં મોટું દુઃખ હોય તે તે અજ્ઞાનનું છે. અજ્ઞાન જેવું કેઈ દુઃખ નથી ને જ્ઞાન જેવું કંઈ સુખ નથી. અજ્ઞાન જે કઈ અંધકાર નથી ને જ્ઞાન જે કઈ પ્રકાશ નથી. જેમ અંધકાર ભરેલા વગડામાં દિપક કે બેટરીને પ્રકાશ માર્ગદર્શક બને છે તેમ જ્ઞાન એ અંધકાર ભરેલા સંસારરૂપી વિષમ વનવગડામાં અટવાયેલા મુસાફરને માટે પ્રકાશનું કામ કરે છે. આજે સંસારમાં જ્ઞાન તે ઘણું વધ્યું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy