SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદિ ૮૭ અને જે ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધુપણાનુ' પાલન કરે તે એક દિવસ કર્માંના ક્ષય કરી પરમાત્મા બનીને અવશ્ય મેાક્ષમાં જાય છે. તમને કોઈ પૂછે કે તમે સ'સારમાં કેમ બેઠા છે ? દુકાને શા માટે જાઓ છે ? વહેપાર ધંધા બધું શા માટે કરા છે ? ત્યારે તમે હૃદયપૂર્વક એમ કહેા કે મારા પાપકર્મના ઉદય છે માટે મારે આ બધુ' પાપ કરવુ પડે છે પણ કરવા જેવું નથી. આવી ભાવના હોય તે! તમે સંસારમાં બેઠા હેાવા છતાં પણુ ભગવાનની આજ્ઞા તમારા હૃદયમાં રમે છે એમ સમજી શકાય. આ અમારી શ્રાવિકા બહેનને પણ થવુ જોઈ એ કે સ'સારનુ` મધુ` કા` પાપરૂપ છે. હુ' સંસારમાં રહી તે મારે આવુ પાપ કરવું પડે છે ને? સાધ્વી બની ગઈ હાત તા આવા આરભ સમારંભ કરવા ન પડત ને ? પાપ કરતા એની આંખમાં આંસુ પડતા હોય અને જીવાની જતના કરતી હોય તા સમજી લેવુ' કે આ સાધ્વી બની નથી પણ એના ભાવમાં તે સાધુપણું રમી રહ્યુ છે તેથી પાપના ખટકારો છે. ભગવાન કહે છે કે જિનશાસનને પામેલા સાધુ કે શ્રાવક જે સાચા દિલથી સાધુ સાધુપણાનું અને શ્રાવક શ્રાવકપણાનુ પાલન કરે તેા જરૂર તે કર્મના ક્ષય કરીને મોક્ષમાં જાય અને દેવલાકમાં જાય તે તે વૈમાનિક દેવમાં જાય. જિનશાસન કોઈના પક્ષપાત કરતુ' નથી. સાધુ પણ જો સાધુપણાના ભાવમાં ન હેાય તે દુર્ગાંતિના અધિકારી છે, એમ કહેતા જિનશાસન સકોચ અનુભવતુ' નથી. ભગવાનને આત્મા પણ ભાન ભૂલ્યા તે તેને નરકમાં જવુ' પડયુ છે. આ બધુ શાસ્ત્રમાં કોઈની પણ શરમ રાખ્યા વિના સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે. કદયથી તમારે સ'સારમાં રહેવુ' પડે છે ને રહ્યા છે. પશુ હવે એક જ ભાવ રાખા કે મારે હવે જલ્દી સમ્યગ્દર્શન પામવું છે, જલ્દી સાધુ બનવુ' છે તે જલ્દી કર્મના ક્ષય કરીને મેાક્ષમાં જવુ છે. અનંત શક્તિના સ્વામી એવા આત્મા આજે મેહના કારણે સંસારના સુખના અને તે સુખના સાધનભૂત પૈસાને કેવા ગુલામ બની ગયા છે! એ વાત વિચારશે! તે તમને સાચી દશાનું ભાન થશે. આજે પૈસા મેળવવા માટે માણસ કેટલી ગુલામી કરે છે! તેવી જો ધમ માટે કરે તે એનુ' કામ થઈ જાય. ક્રોધ-માન-માયા-લેાભ આદિ કષાયે સ'સારમાં રખડાવનાર છે તેમ સમજીને તેના ત્યાગ કરવામાં આવે તે જીવ મેક્ષમાં જવા માટેની સાધના કરી શકે, કષાયા અને વિષયેાના ત્યાગ વિના જીવધ કરી શકે તેમ નથી, અને ધ ન કરે તેા મોક્ષ મળે તેમ નથી. જે મનુષ્ય વિષય કષાયાના ત્યાગ કરી ધર્મ આરાધના કરે છે તેને માટે દુગ`તિના દ્વાર ખધ છે. સદ્ગતિ નકકી છે ને મેાક્ષ એને માટે નજીક છે, માટે આવેા ઉત્તમ મનુષ્ય ભવ પામીને જેમ બને તેમ વધુ જિનેશ્વર પ્રભુએ પ્રરૂપેલા ધની આરાધના કરો. વિરાધનાથી બચેા. જે જીવ જિનાજ્ઞાની વિરાધના કરે છે તે ધમથી દૂર ફેંકાઈ જાય છે, પણ પુણ્યદયે અને કોઈ ધર્મગુરૂના સથવારો'મળી જાય ને પેાતાની ભૂલ સમજાય તે એનુ આત્મકલ્યાણ થાય છે, શા, ૧૦૮
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy