SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ પર સ` વનસ્પતિ હરીયાળી બની જાય છે પણ જવાસે। સૂકાઈ જાય છે, તેમાં વરસાદને દોષ નથી, સ્વભાવને દોષ છે. રાત્રી પૂરી થાય છે અને સૂર્યના સાનેરી કિરા અવની ઉપર પ્રકાશ પાથરે છે ત્યારે મનુષ્ય, પશુ-પક્ષીએ બધા એ પ્રકાશમાં બધી વસ્તુઓ જોઈ શકે છે પણ ઘુવડ પક્ષી એ કઈ જોઈ શકતું નથી. અને તે સવત્ર અ ંધકાર દેખાય છે એમાં સૂર્યના દોષ નથી, ઘુવડના દોષ છે, એવી રીતે ભગવાનની વાણીને ધોધ વહેતા હાય પણ એમાં અજ્ઞાની અને મિથ્યાત્વીજીવા સમજી ન શકે તેમાં ભગવાનની વાણીના દોષ નથી. ભગવાનની વાણી તે સ જીવાને માટે સમાન રૂપે વરસે છે પણ સાંભળીને એના ઉપર સમ્યકૂશ્રધ્ધા કરવી, જીવનમાં અપનાવવુ એ તેા. પોતાના હાથની વાત છે. અહી* ઉપાશ્રયમાં મિથ્યાજ્ઞાતના તિમિર ટાળનાર વીતરાગ પ્રભુની વાણીને વરસાદ વરસતા હાય પણ તમને સાંભળતા કા આવતા હાય તા એ વીતરાગ વાણીના રહસ્થા કયાંથી સમજાય ? ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયુ. હાય તા એને ગમે તેટલા ધકકા મારો તા પણ ગાડી ચાલે ખરી ? અને ધક્કો મારેલી ગાડી કયાં સુધી ચાલે ? સ્હેજ ચાલે ને અટકી જાય છે, એમ તમારા જીવનમાં પણ શ્રદ્ધા અને જિજ્ઞાસાનુ પેટ્રોલ ન હાય તા અમે તમને વીતરાગ વચનના ગમે તેટલા ધક્કા મારીએ તે પણ આ તમારા જીવનની ગાડી કયાં સુધી આગળ વધી શકે ? તમે શાસ્ત્રના ગૂઢ ભાવ સમજવાની જિજ્ઞાસા અને તેના ઉપર શ્રધ્ધા કરશે! તે જીવનની ગાડી આગળ વધી શકશે. ભગવાનની વાણી એ તેા વસીયતનામુ` છે. મરણ પથારીએ પડેલા પિતા એના પુત્ર માટે વીલ કરી જાય છે તેમ ભગવાન પણ આ પૃથ્વીના પટ ઉપરથી વિદાય લેવાના હતા ત્યારે અંતિમ સમય સુધી પણ શાસ્ત્રમાં પેાતાના સ'તાને માટે સ ́પત્તિનુ' વીલ કર્યુ છે. સ'તાનના ભાગ્યમાં ન હેાય તે પિતાએ આપેલી સપત્તિ કોઈને કોઈ રીતે નાશ પામે છે અગર પુત્ર જો કુપુત્ર પાકે તે ખાપની સપત્તિને ફૅના કરી નાંખે છે, અને જો પુત્ર સુપુત્ર હાય, ભાગ્યવાન હોય તે સ'પત્તિના નાશ થતા નથી પણ એ પુત્ર બાપની સપત્તિને વધારે છે. ૮૫૫ આપણા માટે ભગવાન પણ અમૂલ્ય સપત્તિનું વીલ કરીને ગયા છે. તમારા પિતાના વીલમાં લખેલી સ'પત્તિ તેા સામાન્ય છે પણ ભગવાને આપેલી સ'પત્તિમાં તે અમૂલ્ય ખજાનો ભરેલા છે. એ ગૂઢ ખજાનાના ભાવને સમજવા માટે સદ્ગુરૂને સમાગમ કરવાની જરૂર છે, કારણ કે સૂત્રમાં અલૌકિક ભાવા ભરેલા છે. એના એકેક શબ્દોમાં અનેાખું રહસ્ય સમાયેલું છે. એ સમજવા માટે જો સદ્ગુરૂને સમાગમ થઇ જાય અને શાસ્ત્રના ભાવ સમજાઈ જાય તા ભવના બેડો પાર થઈ જાય. ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનના અધિકાર ચાલે છે, ચિત્તમુનિ બ્રહ્મવ્રુત્ત ચક્રવર્તિને સ‘સારની અસારતા સમજાવીને એમને ત્યાગ પચે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy