SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૯ એના મુખમાંથી છોડાવવા કેઈ સમર્થ નહિ બની શકે. બધા રડતા રહેશે ને કાળરાજા એના જડબામાં તમને ઝડપી લેશે. અરે, એ તેા ઠીક, પણ આ મૃત્યુલેાકમાં પણ કોઈ દુઃખમાં ભાગ પડાવી શકશે નહિ. न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा । एको संयं पच्चणु होइ दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ।। २३ ।। જીવે શુભાશુભ ભાવા દ્વારા ઉપાર્જિત કરેલા કર્માં જીવ જ્યાં સુધી સ’સારમાં રહે છે ત્યાં સુધી એને ભોગવવા પડે છે. તે ભાગવવામાં પેાતાના અંગત ગણાતા એવા કુટુંબીજના, મિત્રવર્ગ, માતા–પિતા, પત્ની કે બંધુજના વિગેરે કોઈ સહાયક બની શકતા નથી. આ એક અટલ સિધ્ધાંત છે કે કમ જીવાની સાથે જાય છે. જેવુ કમ કયુ હાય છે તેવુ' એના ઉદયકાળમાં ભાગવવુ પડે છે એમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. માણસ પાપકમ કરીને ધન કમાઈ લાવે છેતેા પૈસામાં પુત્ર-ભાઈ, બહેન વિગેરે ભાગીદાર બને છે. દાગીના, ઝવેરાત વિગેરેમાં ભાગીદાર બને છે, સારા વસ્ત્રોમાં, મકાનમાં દુકાનમાં, વહેપારમાં ભાગીદાર બને છે પણ હે ચક્રી ! કમ ભાગવતી વખતે કોઈ ભાગ પડાવી શકતું નથી. ખાવાપીવામાં, હરવા ફરવામાં, મેાજમઝા ઉડાવવામાં સૌ સાથીદાર બનશે પણ તારા દુઃખમાં કોઈ ભાગીદાર બનશે નહિ. માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કાઈ નહિ આવે. એ તેા જીવ જેવા કર્યાં કરે છે તેવા એને પેાતાને ભાગવવા પડે છે. કંબધન કરતી વખતે જીવને ખ્યાલ નથી રહેતા કે હું આ શુ કરુ છું? પણ ભાગવતી વખતે બાપલીયા એલી જાય છે. 46 इसद्भिः क्रियते कर्मः रुदृद्भिः भुंज्यते फलम् । " જીવ હસતાં હસતાં કર્મ બાંધે છે એના ફળ રડતા રડતા ભાગવે છે. એ કમ એવુ' ખ'ધાઈ જાય છે કે એને ભાગવ્યા વિના છૂટકારો થતા નથી. હે જીવ ! આ જગતમાં કોઈ તારો શત્રુ કે મિત્ર નથી. તારો પેતાના આત્મા તારો શત્રુ છે ને તારો મિત્ર છે. વિભાવમાં જોડાયેલા આત્મા તારા શત્રુ છે ને સ્વભાવમાં સ્થિર બનેલા આત્મા મિત્ર સમાન છે. જ્યારે જીવ વિભાવની પરિણતિમાં જોડાય છે ત્યારે કનુ ખ'ધન કરે છે. એ જ કર્યાં ઉદયમાં આવે છે ત્યારે દુઃખ ભેાગવવા પડે છે. બીજા તે એમાં નિમિત્ત માત્ર હાય છે, માટે તમે કોઈને દોષ ન આપશે, અને કેાઈના ઉપર બૈર ન રાખશે. કોઈના ઉપર વેર રાખવાથી નૈર શમતું નથી પણ વૈર વધે છે તે તેથી ક`બ ધન થવાથી અનંતકાળ સુધી સ'સારમાં જીવને પરિભ્રમણ કરવુ' પડે છે, માટે વૈરની સામે ક્ષમા રાખેા. વૈર તે આગ છે ને ક્ષમા તે પાણી છે. આગ બાળે છે ને પાણી ઠારે છે. કર્માંના સિદ્ધાંતને સમજનારા આત્માએ વૈરીને પણ પોતાના મિત્ર સમજીને કેટલી ક્ષમા રાખે છે, તેના કેવા પડઘા પડે છે તે એક દૃષ્ટાંત આપીને સમજાવું.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy