SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ શારદા સિદ્ધિ આત્માનું બળ વધશે, પુણ્ય વધશે અને પાપથી બચાશે. અનુકળ વિષય હાથમાં છે એને છોડીશ તે એમાં મહાન સવ પ્રગટશે ને મહાને પુણ્યની મૂડી વધશે, એવી રીતે જેટલા પ્રમાણમાં રાગ, આસક્તિ, મમતા, તૃષ્ણ, દ્વેષ, ગુસ્સે, મદ માયા, કરવાને પ્રસંગ આવે છતાં નહિ કરું તે એટલું મારું પુણ્ય વધશે, પાપથી બચાશે ને આત્મબળ વધશે. - આ લાભ ભલે પ્રત્યક્ષ ન દેખાય કારણ કે એ આંતરિક છે, અતીન્દ્રિય છે. છતાં એ વચન સર્વજ્ઞ પ્રભુના કહેલા છે, અને તર્કથી સમજી શકાય એવા છે, માટે એના ઉપર અતૂટ શ્રદ્ધા રાખી એ માગે ધીમે ધીમે ચાલવાનું નહિ પણ દોડવાનું છે. પ્રત્યક્ષ દેખાતા વિષયોને સુખ તે ક્ષણિક છે. ક્ષણવાર માટે તૃતિ લાગશે ને ક્ષણવારમાં પાછી એની ભૂખ લાગશે એટલે એની ઝંખના થશે. તેમજ એ સુખે અનેક પ્રકારની વિટંબણાઓ, ગુલામી અને પાપાચરણથી ભરેલા છે અને માનવભવની મેઘેરી શક્તિ, બુદ્ધિ અને ક્ષણેને નિષ્ફળ ને બરબાદ કરનારા છે. ઈન્દ્રિયેના વિષયે યથેચ્છ ભોગપભેગ કરે મનુષ્યને છાજે નહિ. આચારાંગ સૂત્રના લકવિજય નામના અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે “જે જુને તે મૂઢને જે મૂઢાને સે ને ? ક કામગના જે ગુણ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે અર્થાત ઈન્દ્રિના જે વિષય છે તે મૂળનું સ્થાન છે. મૂળ એટલે સંસાર વૃક્ષના મૂળ કષા છે. એનું સ્થાન એટલે આશ્રય. કષાયને આશ્રય કોણ? શબ્દાદિ વિષે. એના ઉપર કષાયે આશ્રિત છે. અર્થાત વિષયેના આલંબનથી કષાયે ક્રોધમાન-માયા-લેભ, રાગ, તૃષ્ણમમતા વિગેરે જન્મે છે અને એ બધા સંસાર વૃક્ષને લીલું છમ રાખે છે. એટલા માટે નાનીઓએ કષાય, વિષ અને વિષયેની આસક્તિને પાપ કહ્યા છે. ભવભ્રમણમાં મૂળ કારણ વિષયેની લંપટતા છે. એટલા માટે ભગવાને વિષય કષાયોને ત્યાગ કરવાનું કહ્યું છે. આ સંસારમાંથી રાગ અને વિષય કષાયેનું ઝેર નીકળી જાય એટલે ખલાસ! પછી એ સંસાર મનુષ્ય માટે ઝેર વિનાના સર્પ જેવો અને અંગારા વિનાની સગડી જે બની જાય પછી એ ન તે મનુષ્યને ડંખી શકે કે ન તે એ દઝાડી શકે, માટે સંસારમાં અનાસક્ત ભાવથી રહે. બને તે સંસાર છોડીને સાધુ બની જાઓ તે કોઈ જાતની ઉપાધિ કે ચિંતા રહે નહિ. દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે પછી ગમે તેટલે પશ્ચાતાપ કરશો તે ધર્મારાધન નહિ થાય. ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે રાજન ! હવે તમે સજાગ બને. આ ચક્રવતિનું પદ પ્રાપ્ત કરવા તમે ઘણાં યુદ ખેલ્યા છે. એમાં ઘણાં નિર્દોષ જીવેનો સંહાર થયો છે. આ સંસાર તે એકાંત આશ્રવનું ઘર છે, તેથી પાપકર્મને પ્રવાહ આવી રહ્યો છે. તેને બંધ કરી જુના કર્મોને ક્ષય કરી આત્માનું કલ્યાણ કરવા સંયમ માગે આવી જાઓ. આ માગે નહિ આવે તે એક દિવસ કાળરાજા તમારો કોળિયે કરી જશે. તે વખતે તમને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy