SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ શરા સિદ્ધિ અશુભ ફળ મળે છે. કર્મના શુભાશુભ ફળ જીવને ભેગવ્યા વિના એમાંથી છૂટકારો થત નથી. માટે તેને જેમ તારા શુભ કર્મને ઉદયથી સુખો મળ્યા છે તેમ મને પણ મારા શુભ કર્મોના ફળ મળ્યા હતા પણ તને ખબર નથી એટલે તું આ પ્રમાણે બોલે છે. મારી વાત તું સાંભળ. ચિમુનિ બ્રહ્મદત્તને કહે છે કે | ગાળાશિ સમૂય મહાપુમા, મરઘાં પુખ્યtોવા - નિરંsfપ વાળાહિ તર જવું, નુ તક્ષ વિજળમૂળt | શા. આ ગાથામાં સંભૂયે કહ્યું છે એટલે બ્રહ્મદત્ત ચકવતિને પૂર્વભવ એટલે કે દેવકથી પહેલાના ભાવમાં સંભૂત નામ હતું ને! આ ગાથામાં ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચકવતિને જન્માંતરના નામથી સંબોધન કરતા કહ્યું કે હે સંભૂત! તમને જેવા સુખે મળ્યા હતા તેવા જ મને પણ મળ્યા હતા, પણ વાતને જાણ્યા પહેલાં બેટા માર્ક મૂકી દેવા એ મૂર્ખતા છે માટે તમે જેમ તમારી પોતાની જાતને અતિશય મહાભ્યથી સંપન્ન અને ચક્રવતિ પદની પ્રાપ્તિથી અતિશય વિભૂતિ વિશિષ્ટ માનીને સુકૃત્યના ફળના ભેગવનાર માની રહ્યા છે એ જ રીતે હે રાજન ! આ ચિત્તને પણ તમે એ જ માને. જો કે તમે સંસારી છે એટલે તમારી ઋદ્ધિ-સમૃદ્ધિના તમે ગુણગાન કરે, એને મારી સામે પ્રદર્શન કરે છે પણ હું તે સાધુ છું. જૈન મુનિઓ ગમે તેટલી સંપત્તિ છોડીને આવ્યા હોય છતાં તેઓ ગૃહસ્થની પાસે એમ નથી કહેતા કે મેં આવા સબ છોડીને દીક્ષા લીધી છે. એટલે મારે પણ તમને કહેવું ન જોઈએ પણ તમારે પ્રશ્ન એ છે કે જેમ મને મારા સત્ય અને સરળ તપ અને સંયમના ફળ મળ્યા છે તેવા તમને મળ્યા નથી, અને તમે તપશ્ચર્યા કરીને કંઇ ફળ પ્રાપ્ત કર્યું નથી. તમારા મનમાં એવી શંકા થઈ છે તે શંકાનું સમાધાન કરવા માટે હું તમને કહું છું સદ્દભાગ્યવાન મનથી તુજને તું માન, તેવો સુભાગી ચિત્તને મનથી પ્રમાણ, દ્ધિ અને શરીર કાંતિ તણે સુયોગ, પામ્યો હતો ચિત્ત ૨હે સુખ ભોગ પૂર્ણ જેનું ચિત્ત સદા પ્રસન્ન છે, જેના હૈયામાંથી કરૂણાને સ્ત્રોત વહે છે, નયનમાંથી અમી ઝરે છે એવા ચિત્તમુનિ કહે છે હે સંભૂતિ ! જેમ કૂવાના દેડકાને કૂવામાં આનંદ આવે છે ને તે એમ સમજે છે કે અહે ! મારું ઘર કેટલું મોટું છે! પણ સરોવર દેખે તે ખ્યાલ આવે ને કે કેનું ઘર મોટું? એમ હે સંભૂતિ ! તમારી દષ્ટિ પણ કવાના દેડકા જેવી છે, તેથી તમારા સુખના ગાણા ગાયા કરે છે પણ સાંભળે હું તે અત્યારે તમારા કરતાં તે અનેક ગણ સુખી છું, કારણ કે સાધુના એક દિવસના સંયમના સુખની તેલે દેવોના સુખે પણ આવી શકતા નથી એવા ચારિત્રના મહાન રાખે છે. દુનિયામાં સૌથી વધુમાં વધુ ને સાચા સુખી હોય તે “એકાંત સુખી મુની વીતરાગી” એ અપેક્ષાએ હું તમારા કરતા અનેક ગણે સુખી છું. ઠીક, આ તે સાધુપણુની વાત થઈ.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy