SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શારદા સિદ્ધિ ઝીલીને સાધુ થઈને બેસી ગયા. દતએ આવીને, ભરત મહારાજાને ખબર આપ્યા ત્યારે એમના મનમાં થયું કે મારા ભાઈ અને મારી આજ્ઞામાં રહેવાનું કહ્યું એટલે ખોટું લાગ્યું હશે ને રીસાઈને ત્યાં બેસી ગયા હશે, તેથી તેમને પસ્તાવો થયે અને તરત ત્યાં આવીને ભગવાનને વંદન નમસ્કાર કરી અઠ્ઠાણું ભાઈઓને હાથ જોડીને કહે છે કે મારા વહાલા ભાઈઓ ! મારા પર કૃપા કરીને પાછા ઘેર પધારો. મારે તમારા પર સત્તા નથી જમાવવી. તમે રાજમહેલમાં આવીને ખુશીથી સ્વેચ્છાએ રાજપાટ ભેગ. મારાથી રીસાસો નહિ. આમ નમ્રભાવે વિનવણી કરવા લાગ્યા. છેવટે ભગવાને ખુલાસો કર્યો કે ભરત ! તારા ઉપરની રીસથી નહિ પણ સંસારથી વિરક્તિ પામીને આ મહાનુભવોએ ખરેખર ચારિત્ર જીવન સ્વીકાર્યું છે. ક્ષમા શ્રમણ બન્યા છે માટે તું બેટી કલ્પના ન કરીશ. - તૃષ્ણ અને કષાયથી બળતા આવેલા અઠ્ઠાણું પુત્રોને કષભદેવ ભગવાને ઉગારી દીધા ને એ સંસાર ત્યાગી સાધુ બની ગયા. લેહીની નદીઓ વહેતી અટકી અને ભરત મહારાજાને પોતાની હકુમત જમાવવાની ભૂલને પશ્ચાતાપ થયે. ક્ષમા માંગવા સાથે અઠ્ઠાણું ભાઈઓની પ્રશંસા કરવા લાગ્યા કે અહો! સંસારના ઉદ્વેગથી, ભવના વિરાગથી મારા લઘુ બંધવાઓ સમસ્ત અંતરંગ બંધને તોડીને બેસી ગયા છે. ધન્ય એમનું વન અને ધન્ય એમને અવતાર! એ આત્માઓ કેવા ઉત્તમ છે કે વિષયની તૃષ્ણા અને કષાયોને સંસારનું બીજ સમજીને મેક્ષના પંથે ચઢી ગયા! એને ન સમજનારા અધમ છે પણ હું તે આવું જાણવા છતાં એને છોડતું નથી, તેથી હું તે અધમાધમ છું બંધુઓ ! જે લડાઈ કરી હોત તે આ ભવ્ય જીને હદયપલટા થાત ! અને સાચી સંસ્કૃતિને સંવેગ-વિરાગભર્યા માર્ગે વિચરાત ! ભાઈએ મહાસંત બન્યા અને ભરત મહારાજાએ ક્ષમા માંગી ભાઈઓની પ્રશંસા કરી. બંધુઓ ! ભગવાન ત્રાષભદેવે ૯૮ પુત્રોને આપેલે ઉપદેશ આપણા સર્વ માટે વિચારણીય, આદરણીય અને ગ્રહણ કરવા યોગ્ય છે. હવે આપણે ચાલુ અધિકાર વિચારીએ. બ્રહ્મદત્ત ચકવતિએ ચિત્તમુનિને કહ્યું કે મારા પુણ્યકર્મના ફળ તે તમે નજરે જોઈ શકે છે. વધારે જોવું હોય તે મારા રાજભવનમાં પધારો ને દેખો કે મારી સંપત્તિ કેટલી છે! મારા ભંડાર ત્રાદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિથી કેવા છલકાઈ રહ્યા છે! મારી રૂ૫ રમણએ તે જાણે ઈન્દ્રની અસર જોઈ લે. આખા રાજ્યમાં મારી કેટલી હકૂમત ચાલે છે મારી એક હાકે ઘરતી ધ્રુજી ઉઠે છે હું સહેજ આંચકે મારું તે આખું લશ્કર દરિયામાં પડી જાય એટલી તે મારામાં તાકાત છે. આટલું સુખ મારે ઘેર છે, અને તમારામાં તે મને કંઈ દૈવત દેખાતું નથી ત્યારે ચિત્તમુનિએ કહ્યું, હે રાજન ! કરેલા કર્મો કદી નિષ્ફળ જતા નથી. પછી ચાહે તે સત્કર્મો કરીને પુણ્ય બાંધ્યું હોય કે દુષ્કર્મો કરીને પાપ બાંધ્યું હોય. સત્કર્મના શુભ ફળ મળે છે ને દુષ્કર્મના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy