SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ ] [ શારદા શિરોમણિ ઉલ્લાસથી કરો કે કર્મોના કચરા સાફ થઈ જાય. તમારી સાધનામાં કેઈ નુકશાન તે થવાનું નથી પણ જે સંસારની આસક્તિ છૂટી નહિ હોય તે કર્મોના કચરા સાફ થતા વાર લાગશે. પરિગ્રહની આસક્તિ, મમતા છૂટવી મુશ્કેલ છે. ચાહે ધન, માલમિસ્ત આદિ અત પરિગ્રહ હોય કે કુટુંબ પરિવાર આદિ સચેત પરિગ્રહ હોય, ગમે તે પરિગ્રહ હોય પણ એના પ્રત્યેની આસક્તિ કેટલે અનર્થ કરાવે છે. એક ખેડૂત હળ લઈને ખેતરમાંથી ઘર તરફ જતા હતા. રસ્તામાં તેણે એક ઘરડા ડોશીમાને બેભાન પડેલા જોયા. તેના દિલમાં દયા આવી. પોતે ખૂબ ભૂખે તરો થયો હતો, જવાની ઉતાવળ હતી છતાં ડોશીની આ સ્થિતિ જોઈને ઉભે રહ્યો. તેણે હવા નાંખી, પાણી છાંટયું, ઘણું ઉપચાર કરતાં ડોશી ભાનમાં આવ્યા. તેમણે પાસે ખેડૂતને ઉભેલે . તેને અંતરના આશીર્વાદ આપ્યા; દીકરા ! મારે તે કોઈ નથી. તું તો મારા દીકરા કરતાં વધી ગયો. તે મને મૃત્યુના મુખમાંથી બચાવી છે. હું તારા ઉપકારને બદલે કેવી રીતે વાળી શકીશ? તે મારી સેવા ખૂબ કરી છે. અત્યારે મારી પાસે આ એક વીંટી છે. તે તારા પુણ્યોગે મારી પાસે રહી ગઈ છે, તે હું તને ભેટ આપું છું. ખેડૂત કહે-માડી! મારે કાંઈ જોઈતું નથી. દીકરા ! આ વીંટી તે બે તોલાની છે પણ એ ચમત્કારી વીંટી છે. એને પહેરીને તું જે વસ્તુની ઇચ્છા કરશે તે તને મળી જશે પણ આ એક જ વાર આવું બનશે. બીજી વાર નહિ બને. ઢગલાબંધ સોનું જોઈશે તો મળશે પણ તેને ઉપગ એક વાર કરવાને. સનીએ વીંટી માટે કરેલી માયા : ખેડૂત વીંટી લઈને ઘેર ગયે. ઘેર જઈને તેણે પત્નીને વાત કરી. બંને માણસો સંતોષી હતા. તેઓ કહે, આપણે હમણાં કોઈ જરૂર નથી. ખાધેપીધે સુખી છીએ, સોનાની જરૂર નથી. કેઈ વાર એ સમય આવશે ત્યારે થઈ પડશે. બંને માણસ આ વાત કરતા હતા તે વાત તેમની બાજુમાં રહેલો સોની સાંભળી ગયે પણ ખેડૂતને કે તેની પત્નીને ખબર નહિ કે અમારી વાત સોની સાંભળી ગયો છે. વીંટીની વાત સાચી છે કે બેટી તે અખતરે કરવાનું ખેડૂતને મન ન થયું. ખેડૂતે હાથે વીંટી પહેરી રાખી. સનીના મનમાં રાત દિવસ એ વિચારે આવે છે કે ખેડૂત પાસેથી વીંટી કેવી રીતે પડાવી લેવી ? તે વીંટી મળે તો મારું કામ થઈ જાય. એની ખેડૂતને ત્યાં આવવા જવા લાગ્યો. તેની સાથે મિત્રતા કરી લીધી. થોડા દિવસો ગયા પછી એક દિવસ ની કહે છે ભાઈ ! તમારી પત્ની માટે દાગીના ઘડાવવા હોય તે કહેજે. હું ઘડામણુ નહિ લઉં. ખેડૂત કહે-ભાઈ ! મારી પાસે જુના દાગીના છે નહિ અને નવા ઘડાવવા નથી. અમને દાગીનાને મેહ નથી. મારી પત્ની તે દાગીના પહેરવાની ના પાડે છે. મારી પાસે માત્ર આ એક વીંટી છે. સોની કહેતે મેલી ખૂબ થઈ ગઈ છે. લો, હું પેલિસ કરી દઉં. ભાઈ ! મારે વીંટી ઉજળી કરવી નથી. આ તે મને ડોશીમાએ પ્રેમના પ્રતીક રૂપે આપી છે. મારે તેને પોલિસ કરવી નથી. ખેડૂતે ઘણું ના પાડી છતાં સનીએ ખૂબ આગ્રહ કરીને વીંટીને ધેવાના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy