SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [૯૦૫ આનંદ શ્રાવકને પણ હવે બધા પ્રત્યેથી મમતા ઉતરી ગઈ છે, તેથી બધાથી મુક્ત થઈ પૌષધશાળામાં જવા તૈયાર થયા. પુત્રને બધી જવાબદારી સેંપી દીધી અને બધાને કહી દીધું કે હવે સંસારના કેઈ પણ કાર્યમાં મને પૂછવા આવશો નહિ. હું કેઈને જવાબ આપીશ નહિ, તેમજ મારા માટે અશન, પાન આદિ ભેજન સામગ્રી તૈયાર કરશે નહિ. હવે આનંદ શ્રાવક પૌષધશાળામાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. આસો વદ ૮ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૧૦૦ : તા. ૫-૧૧-૮૫ અનંતજ્ઞાની ભગવંતે કર્મોની વિચિત્રતા સમજાવી છે. કર્મોના કારણે જે રસ્તામાં રખડતા ભિખારી બની જાય, ભીખ માંગવા છતાં ભિક્ષા ન મળે. જે સમ્રાટોની હાકે ધરતી ધ્રુજી ઉઠે, શત્રુઓના હાજા ગગડી જાય તેવા રાજાઓ, મહારાજાઓ અને સમ્રાટો જ્યારે કર્મો વિફરે છે ત્યારે રાંક, દીન અને ગરીબ બની જાય છે. પ્રાચીન ઇતિહાસમાં એવા અનેક રાજા, મહારાજાઓની વાત આવે છે. કોઈની વાત વાંચતા તમારું દિલ દ્રવી ઉઠશે, કરૂણાથી છલકાઈ જશે ત્યારે કેઈની વાત વાંચતા તમને એવું થશે કે આ એવા જ લાગનો હતો. આ વાંચતાં ક્યારેય એવો વિચાર આવે છે કે જેનું નામ દુનિયાના દેશદેશમાં ગાજતું હતું તેની આવી પડતી દશા શાથી થઈ? રશિયામાં જે કુવ થઈ ગયે એનાથી અમેરિકાના માધાંતાઓ પણ ધ્રુજતા હતા. એના આગ ઝરતા શબ્દ વિશ્વના માનવીને બાળતા હતા. જેણે રશિયાના સ્ટાલીન અને લેનીન જેવા સમ્રાટોની કબર બેદી નાંખી હતી. એવા કુલ્લેવનું એક રાતમાં પતન થઈ ગયું. એનું નામનિશાન ન રહ્યું. અમેરિકાના કેનેડી ક્ષણવારમાં ગોળીથી વીંધાઈ ગયા. આ પૃથ્વીના પટ ઉપર અનેક વાર જીવોના પતન અને વિનાશ થાય છે તેમાં કર્મો કામ કરી રહ્યા છે. સારે યશ મળ, નામના કે ખ્યાતિ મળવી, કીર્તિ, સત્તા, બળ મળવું એ બધા શુભ કર્મોના ફળ છે. એ શુભ કર્મોની કાળમર્યાદા હોય છે પણ તેને સામાન્ય માનવી જાણું શકતું નથી, તેથી તે માને છે કે આ બધું લાંબો સમય રહેશે પણ જ્યારે શુભ કર્મો પૂરા થઈ જાય છે અને અશુભ કર્મોને ઉદય આવે છે ત્યારે વિકાસમાંથી વિનાશ, પ્રગતિમાંથી પતન, યશકીર્તિને બદલે અપયશ મળે છે. અપયશ, નિર્બળતા અને અપકીતિ એ બધું અશુભ નામકર્મનું પરિણામ છે. હા, એટલું છે કે અશુભ કર્મોની સ્થિતિ પૂરી થતાં શુભ કર્મ ઉદયમાં આવી શકે છે. સાથે બીજી એ પણ વાત છે કે અશુભ કર્મોનો ઉદય ચાલુ હોય ત્યારે અમુક શુભ કર્મો પણ ઉદયમાં હોઈ શકે. જેમ કે યશ નામકર્મનો ઉદય હોય ત્યારે તેના પ્રતિપક્ષી અપયશ નામકર્મ ઉદયમાં ન આવી શકે પણ રોગીપણું કે જે અશુભ કર્મ છે તેનો ઉદય હોઈ શકે. કર્મો જ્યાં સુધી અનુકૂળ હેય છે ત્યાં સુધી ભલે જીવ ગર્વ કરે પરંતુ જ્યાં કર્મોની વિષમતા પેદા થઈ ત્યાં જીવના ગર્વ ગળી જાય છે, માટે જ્યારે સુખદુઃખ આવે ત્યારે કર્મોને વિચાર કરવો તે જીવને આર્તધ્યાન, રૌદ્રધ્યાન ન થાય.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy