SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૮૮૯ છે છતાં બેન રઈ કરતાં એની સાથે કેટલી સાવધાનીથી રહે છે તેથી અગ્નિ એને બાળી શકો નથી. આ રીતે સમકિતી આત્મા સંસારમાં રહેવું પડે તો ખૂબ સાવધાનીથી રહે છે. સમકિત દરેક પળમાં, દરેક પ્રસંગમાં જીવને સજાગ રાખીને જીવન જીવવાની કળા શીખવે છે. સમકિતની લહેજત અલૌકિક છે. આનંદ શ્રાવક માટે ભગવાને કહ્યું કે તે વર્ષો સુધી આરાધના કરીને પહેલા દેવલેકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થશે, પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અન્ય જનપદમાં વિહાર કરતા અનેક જીવને પ્રતિબોધતા ધર્મોપદેશ આપતા થકા વિચારવા લાગ્યા. તp i ? મારે રમાવાસણ ગાણ મfમાર વીવાની નવ વઢિામમાળે વિહારૂ | ત્યાર પછી આનંદ શ્રાવક જીવાજીવ આદિ તને જાણવા વાળા થઈ ગયા અને સાધુ સાધ્વીઓને પ્રાસુક, અચેત આહારાદિનું દાન કરતા થકા વિચારવા લાગ્યા. શિવાનંદા પણ સાચી શ્રમણોપાસિકા બની ગઈ અને તે પણ સાધુ સાધ્વીઓની આહાર, પાણી, વસ્ત્ર આદિથી સેવા કરતા જીવન વ્યતીત કરવા લાગ્યા. આનંદ શ્રાવક શ્રાવકપણું લીધા પછી જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યા. જીવ, અજીવ આદિ નવ તત્ત્વના યથાર્થ સ્વરૂપના જાણકાર બની ગયા. જેટલું જ્ઞાન વધે એટલું સાધુપણું અને શ્રાવકપણું દઢ રીતે પાળી શકાય. વીરના શાસનને પામેલા શ્રાવકોમાં નવતત્વ અને છકાયનું જ્ઞાન તે અવશ્ય લેવું જોઈએ. તમે પ્રતિક્રમણમાં રોજ બોલે છે કે શ્રાવકે કેવા હોય? નવતત્ત્વના જાણકાર હોય. જે આત્મા જીવને નથી જાણત, અજીવને નથી જાણતો તે દયા કેની પાળી શકશે ? આનંદ શ્રાવક જીવાજીવાદિ નવ તના જ્ઞાતા બની ગયા. આનંદ શ્રાવક અને શિવાનંદા બંને પિતાના ગામમાં જે સાધુ સાધ્વીઓ આવે તેમને ખૂબ ઉત્કૃષ્ટ ભાવે, ઉલાસ ભાવથી સૂઝતા નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર આદિ વહોરાવે છે. દાન દેવાથી લાભ તે થાય પણ ઉત્કૃષ્ટ ભાવે અંતરના ઉમળકાથી કઈ જાતની આકાંક્ષા રાખ્યા વગર આપે તે અનતા કર્મોની નિર્જરા થાય. દાન દેતાં, વ્રતનું પાલન કરતાં ક્ષણે ક્ષણે પ્રભુના ઉપકારોને યાદ કરે છે. અહો કે મારા ત્રિકીનાથ કૃપાળુ ભગવંત ! આપ મને જે મળ્યા ન હોત તે આ દાન દઈને કર પાવન કયાં કરત? આપને ભેટો થયે ન હેત મને પાપમાંથી બચાવત કણ? આ રીતે ડગલે ને પગલે ભગવાનને યાદ કરે છે. પરદેશી રાજાને તેમની સૂરીકતા રાણીએ ઝેર આપ્યું અને મૃત્યુ નજીક દેખાયું છતાં તેના પર જરા પણ દ્વેષ ન કર્યો કે મરી જવાને અફસેસ ન કર્યો. સંથારો કર્યો ત્યારે ત્રણે નમોથુછું બેલ્યા. અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનનું નમેથ્યણું ગણુતાં આંસુ ન પડયા પણ ત્રીજું નમોથુછું ગુરૂ ભગવંતનું ગણતાં આંખમાંથી આંસુની ધાર થઈ. ખૂબ રડ્યા. હે મારા ઉપકારી ગુરૂ ભગવંત ! આપ જ્યાં બિરાજતા હો ત્યાં મારી વંદણ છે. હું કે કર પાપી હતે ! આપે મારા પર કૃપાદ્રષ્ટિ કરી મને સુધાર્યો. જે આપ મને મળ્યા ન હતા તે મારું શું થાત? મારી કઈ ગતિ થાત ? મારા પર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy