SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૮૮૭ ગયું. શું પ્રભુતુ તેજ છે! ઉરના ઉલ્લાસથી, હૈયાના હર્ષોંથી ભગવાનને વંદન કર્યાં, પછી ભગવાને શિવાન'દાને અને પરિષદને ધ કથા કહી. ભગવાનની અમેઘ દેશના સાંભળતા તેમને ખૂબ આન' આવ્ય. અહાહા....શુ` ભગવાનની ધર્માંકથા છે ! આ અમૃત રસના ઘૂંટડા પીધા જ કરીએ ! જગતના કોઈ સુખમાં જે આનંદ નથી એ ધમ કથામાં રહેલે છે. ધમ કથાથી આત્માના જ્ઞાન પ્રકાશ પ્રગટે છે, ધર્મ કથા સાંભળવાના આનંદ અલૌકિક છે. ચંદન જેમ જેમ ઘસાતું જાય છે તેમ તેમ એમાંથી વધુ ને વધુ સુગંધ પ્રગટે છે તેમ માણસ આવી ધર્મકથામાં લીન બને છે ત્યારે એના જીવનમાં નવી સુવાસ પ્રગટ થવા માંડે છે. આ ધર્મકથા કોને પીરસાય ? જેને એમાં રસ હોય તેને તે આપી શકાય. જે આત્માના અથી હોય તેનામાં આ માટેની તમન્ના જાગે. વદન ભગવાને જે ધમકથા કરી તેમાં શિવાદેવી લીન બની ગયા. ભગવાનની દેશના સાંભળીને વ્રત અ’ગીકાર કરવાની ભાવના જાગી. ભગવાન પાસે તેમણે ખૂબ સમજીને વિચારીને, આત્માના ઉલ્લાસથી ગૃહસ્થ ધર્મ એટલે શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યાં. વ્રત અ’ગીકાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા, પછી શુ બન્યું ? બજારમાં જે માલ મળતા હાય તેની પૃચ્છા થાય. કાપડીયાની દુકાને જાવ તે કાપડ બતાવે, ઝવેરીની દુકાને જાવ તેા ઝવેરાત બતાવે. જેને જે વેપાર હેાય તે બતાવે તેમ અડ્ડી' શિવાનઢાના ગયા પછી ગૌતમ સ્વામી ભગવાન પાસે આવ્યા. નમસ્કાર કરીને પૂછે છે હે મારા ત્રિàાકીનાથ પ્રભુ ! “ બાળરે સમળાવાસ” દેવાળુવિચાળ અતિ મુશ્કે નાવ ધ્વજ્ઞપ્’આનંદ શ્રાવક અને શિવાનઢાએ આપની પાસે આવીને સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત કર્યું`` અને માર વ્રતધારી શ્રાવક બન્યા તે હવે તે આત્માએ આપની પાસે દીક્ષા લેશે ? તેઓ પ્રવતિ બનવામાં સમ છે? ભગવાને કહ્યું-હે ગૌતમ ! ને ફળો સમવું। આ અર્થ સમર્થ નથી એટલે તેઓ દીક્ષા લેશે નહિ. ગૌતમસ્વામી ચાર જ્ઞાન અને ચૌઢ પૂના ધણી હતા. તેએ પેાતે આ પ્રશ્નનુ' સમાધાન પેાતાના જ્ઞાનથી કરી શકે તેમ હતા, પણ તેમનામાં વિનય હતા. હું મારા ભગવંતને પ્રશ્ન પૂછું તા મને તેમના મુખેથી જવાબ સાંભળવા મળે ને ! ભગવાનને પ્રશ્ન પૂછવા જવાથી કેટલા લાભ થાય ? એક તેા ભગવાન પાસે જવાનું મળે. પ્રશ્ન પૂછવા છે એટલે વદન કર્યા વિના તે પૂછાય નહિ તેથી વંદન કરવાને લાભ મળે, તેમના મુખેથી જવાખ સાંભળવા મળે અને ગુરૂભક્તિ મળે. પ્રશ્ન પૂછવા જવાથી આટલા લાભ મળે. પેાતે જાતે પ્રશ્નનું સમાધાન કરી લે તે આ લાભ કયાંથી મળત? ગૌતમ સ્વામીએ પૂછ્યુ –આનંદ શ્રાવક અને શિવાનંદા દીક્ષા લેશે ? પ્રભુએ કહ્યુંના. મધુએ ! સંયમની આરાધના સહેલી નથી. ચારિત્ર મેહનીય કર્મોના ક્ષયાપશમ થયા હોય તે ચારિત્ર લઈ શકાય. જેમ કોઈ માણુસને પારસમણિ મળ્યા. તેના ઘરમાં લાખડની કાઠીએ હતી તેમાં નાંખ્યા. તેના મનમાં એમ કે પારસમણિ કોઠીઓમાં નાંખવાથી કોડીએ સેાનાની થઈ જશે. અઠવાડીયુ' થયું છતાં કેડીએ સાનાની ન થઈ.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy