SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૧૫ કાચબાના મનમાં થયું કે આપણને પકડવા માટે આવતું લાગે છે, તેથી પિતાના અંગો સંકેચીને બેસી ગયા. શિયાળ ત્યાંથી જતું રહ્યું. અડધો કલાક થયો છતાં શિયાળ ન દેખાયું. ત્યારે એક કાચબાના મનમાં થયું કે હવે શિયાળ જતું રહ્યું છે. શિયાળ તો ખૂબ લુચ્ચું પ્રાણી છે. તે તો અંદર એક જગ્યાએ લપાઈને બેઠું હતું. જેવા એક કાચબાએ પિતાના અંગોપાંગ બહાર કાઢવ્યા કે લાગ જોઈને શિયાળે તેને ઝડપી લીધે. બીજો કાચબો તે અંગે પાંગને ગોપવીને બેસી રહ્યો. મારે બહાર જવું નથી એમ વિચારી બેસી રહ્યો, તો શિયાળના પંજામાંથી બચી ગયો. આ ન્યાય આપીને ભગવાને જેને સમજાવ્યું છે કે જે આત્મા બીજા કાચબાની જેમ પિતાની ઇનિદ્રાનું ગોપન કરે છે તે શિયાળ રૂપી કર્મની દુર્ગતિના પંજામાંથી બચી જાય છે, અને જેના ઈદ્રિયોના ઘોડા છૂટા છે, જે ઈનિદ્રાને ગોપવતા નથી તે કર્મના ચક્કરમાં ફસાઈ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ માં અધ્યયનમાં ભગવાને એ જ વાત બતાવી છે કે જેની એકેક ઈન્દ્રિયો છૂટી હતી તે પણ મરણને શરણ થયા છે તો જેના પાંચે ઈન્દ્રિયોના ઘડા છૂટા હોય તેની શી દશા થાય? માટે ગુરૂભગવંતો પણ પિકારી-પોકારીને કહે છે કે તમે તમારી ઇન્દ્રિયો પર બ્રેક રાખજે. ઈન્દ્રિયદમન અને કષાયમન કરવાને માગ જ બતાવનાર કોઈ હોય તો તે ગુરૂદેવ છે. ન્યાય આપીને સમજાવું. વાઈપર વિના ન ચાલે ? વર્ષાકાળના દિવસોમાં ઘરની ગાડીમાં બેસીને તમે બહાર જઈ રહ્યા છે. તેવામાં અચાનક વાદળમાં ગડગડાટ શરૂ થયા. વિજળી ઝબકવા લાગી અને વરસાદ શરૂ થ. વરસાદ પડે એટલે મેટરની આગળને કાચ ભીંજાઈ જાય. એ કાચ આગળ તમે વાઈપર રાખે છે એ વાઈપર શું કરે? કાચને સાફ કરે. જે વાઈપર ન હોય તો વરસાદમાં ગાડી ચલાવી શકો નહિ. વાઈપર વિના મટર ચલાવવામાં હોનારત થવાનો સંભવ રહે. તમે ગાડીમાં જઈ રહ્યા છે. દીકરો ગાડી ચલાવે છે. તમે અડધે પહોંચ્યા અને ધોધમાર વરસાદ આવ્યો. તમારા દીકરાએ મોટરની ઝડપ ઘટાડી દીધી. ધીમે ધીમે તેણે બ્રેક મારી મોટરને અટકાવી દીધી. તમે દીકરાને કહ્યું, “કેમ બેટા ! ગાડીને રેકી દીધી? અત્યારે વરસાદ આવે છે તેનું જોર વધ્યા પહેલાં ઘેર પહોંચી જઈએ. દીકરો કહે, બાપુજી ! મેટરના કાચ ઉપર પડતાં પાણીને પળે પળે સાફ કરતું વાઈપર આપણું મેટરમાં નથી. વાઈપર વિના વરસતા વરસાદમાં ગાડી ચલાવાય કેવી રીતે? આંખનું તેજ ગમે તેટલું સારું હોય છતાં કાચ પર વરસાદ પડે અને કાચમાં જે ધૂંધળાશ આવી જાય તે વાઈપર વિના દૂર થાય નહિ. એ દૂર કર્યા વિના જે ગાડી ચલાવીએ તે અકસ્માતને ભય રહે. ગાડી ઉભી રહી છે. વરસાદ ધીમે થવાને બદલે વધતું જાય છે. ઝાડ, થાંભલા બધું તૂટવા લાગ્યું. આ રીતે રસ્તામાં ઉભું રહેવું એ જોખમ હતું.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy