SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ ] શારદા શિરમણિ, કાણિયાએ જોયું કે પાડોશીના ઘરની સામે બે કૂવા થયા. બસ, હવે તે મારું કામ ફતેહ. પાડોશીને આંખે નથી. તેને ખબર પણ નથી કે મારા ઘર પાસે બે ઊંડા કૂવા થયા છે. તે સંડાસ જવા નીકળ્યો. આંખ નહિ હોવાથી કૃ દેખાય નહિ એટલે તે કૂવામાં પડી ગયે. તે બિચારાના તે રામ રમી ગયા. કાણિયાએ તે દિવસે બરાબર પેટ ભરીને ખાધું જેની દશા પણ આવી છે. આત્માએ પિતાને વિચારવાની જરૂર છે કે કાણિયા જેવા કર્મો તે આપણે નથી કરતા ને ? અનંતકાળમાં જીવે આવા કામો કર્યા છે. આપણા કરતાં અધિક સુખીને તે જોઈ શક્તા નથી પણ આપણું સમાન સુખીને પણ આપણે જોઈ શકતા નથી, તેથી કયાંય પણ આપણુ કરતા વધુ સુખીને જોઈએ ત્યાં તેને પછાડવાના પ્રયત્ન કરીએ છીએ. માનવના મનની આ વિચિત્રતા છે કે એ દુઃખીને જોઈને સહાનુભૂતિ બતાવે છે પણ પિતાના કરતાં બીજાને વધુ સુખી જઈને ઈર્ષાળુ બની જાય છે. ઈર્ષાના કારણે પેલા ભાઈ એ કેવા કર્મો બાંધ્યા ? જો આપણું જીવન આવું હોય તે પંડિત મરણ કયાંથી આવે ? પંડિત મરની વાત તે બાજુમાં રહી પણ માનવતાને ગુણ ખીલ પણ મુશ્કેલ છે. બાલ મરણે તે જીવ અનંતીવાર મર્યો છે. પરિણામે અને તે સંસાર વધાર્યો છે. જ્યારે પંડિત મરણથી જીવ જન્મ મરણના પ્રવાહને સમાપ્ત કરી નિર્વાણ પદને પામે છે. સંથારો કરતાં ગમે તેવા કો આવે તે દેહ કૂરબાન કરે પણ વ્રતને છોડે નહિ. માસખમણ કરવા સહેલા છે પણ જીવતા કાયાને મેહ છેડે, કાયાને સરાવવી એ ઘણું કઠીન છે. ધન્ય છે જે આવા સંથારા કરે છે તેને ! આપણે પણ એ જ ભાવના હોય કે હું પંડિત ભરણે કયારે મરું? આપણે બોલીએ છીએ. છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહે આ સંચમી ભાવના, આધ્યાત્મ સ્થિતિમાં વહે મુજ ઉરે, કલ્યાણની સાધના. જ્યારે આત્માને રંગ લાગશે ત્યારે રગરગમાં આ ભાવનાનું ગુંજન રહેશે. હે પ્રભુ ! મારા પર વિપત્તિ આવે, સંકટ આવે તેની મને પરવા નથી પણ મારા પરિણામની ધારા અંત સમય સુધી બદલાવી ન જોઈએ. હળુકમી જે હોય તે સંથારે કરી શકે બાકી કંઈક છે એવા પડ્યા છે કે મારવાની ઘડી સુધી દવા, ઇજેકશન છેડી શક્તા નથી. ગમે તેટલું કરો પણ આયુષ્ય પૂરું થયા પછી દેહ રૂપી દેવળમાંથી હંસલે ઉડી જતાં વાર નહિ લાગે. આ વિરાટ વિશ્વમાં આજ સુધી એક પણ વિજેતા એ જ નથી કે જેણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો હોય. અનંત ચકવતીએ અનંત ધનકુબેર, સમ્રાટો થઈ ગયા પણ બધાને એક દિવસ મૃત્યુ તે આવ્યું. રાજા અને રંક, સમ્રાટ અને સેવક, મોટા અને નાના બધાની સાથે મૃત્યુ સરખો વ્યવહાર કરે છે. સંસારની કઈ પણ શક્તિ મૃત્યુને રોકી શકતી નથી મૃત્યુ પાસે કોઈની લાગવગ ચાલતી નથી બધા પર તેનું સમાન રૂપથી શાસન ચાલે છે પણ તેના પર કોઈનું શાસન ચાલતું નથી. તે કયારે અને ક્યા સમયે આવશે તેની ખબર નથી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy