SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬]. [ શારદા શિરમણિ તે અમ કરવા પણ તૈયાર થઈ જાવ. ધન પ્રત્યેની કેટલી મૂછ ! વાસનાઓ પાછળ કાયાને હોમી દીધી, હવે આત્મકલ્યાણ માટે કાયાને કશે. આ માણસ સતત ૧૫ દિવસ ભૂખ, તરસ, ઊંઘ જોયા વગર દેવીની સામે બેઠો. અન્યદર્શન બતાવે છે કે દેવી તે માણસ પર પ્રસન્ન થઈ અને કહ્યું, માંગ...માંગમાંગે તે આપું. તે માણસે કહ્યુંઆપ મારા પર પ્રસન્ન થયા છે તે મને એવું વચન આપો કે જ્યારે હું જે માંગું તે અને આપજે. દેવીએ કહ્યું-તથાસ્તુ; પણ મારી એક વાત સાંભળ તે જેમ મારી ભક્તિ કરી છે તેમ તારા પાડોશીએ મારી ભક્તિ કરી છે. તેણે તે એકાગ્ર ચિત્તે તારા કરતાં વધુ ભક્તિ કરી છે એટલે તને કહું છું કે તું જે માંગીશ તે તે તને મળશે પણ નારા પાડેશીને તારાથી ડબલ મળશે. પહેલા દેવીએ તેને વચન આપ્યું ત્યારે તે ખુશ ખુશ થયે પણ પાડોશીને ડબલ મળવાની વાત સાંભળતાં તેના મોઢા પરનું નૂર ઉડી ગયું. તેને આનંદ અદશ્ય થઈ ગયે. તેના મનમાં થયું કે આના કરતાં દેવી ઘસન ન થઈ હતી તે સારું હતું. મને એક મળે ને પાડોશીને ડબલ મળે એ મારાથી સહન કેવી રીતે થાય? આગ લાગે તે ઓલવવા માટે બંબે આવે પણ આ ઈષ્યની આગને કોણ ઓલવે? આજે મોટા ભાગે માનવીને પોતાને જે જોઈએ છે એ બીજા કોઈને ન મળે એવી તેની ઈચ્છા હોય છે. આ ઇચ્છા તેને વધુ દુઃખી કરે છે કારણ કે સામાને જે કાંઈ મળે છે એ તેના પુણ્યથી મળે છે. તો સુખી થનાર વ્યક્તિ પર ઈર્ષા કરવાની શી જરૂર ? છતાં જીવની અનાદિની એવી ટેવ છે કે બીજા જેમ સુખી થાય તેમ પિતાને ઈર્ષ્યાની કાળી બળતરા થાય છે. તે બીજાનું સુખ જોઈ શકતા નથી. ઇર્ષાની આગે જલાવે જીવન બાગ : પેલે માણસ ઈર્ષાની આગથી દુઃખી થઈ ગયે. તેની પ્રસન્નતા, આનંદ ખલાસ થઈ ગયા. તે દુઃખી હૃદયે ઘેર આવ્યા. તેના મનમાં થયું કે દેવી જે કહી ગઈ છે તેની એક વાર પરીક્ષા તે કરવા દે, અઠવાડિયું પૂરું થયા બાદ તેણે દેવી પાસે માંગણી કરી કે મારા ઘરના આંગણે એક ફર્સ્ટ કલાસ સુંદર મેટર હાજર થઈ જાવ. તરત જ મોટર હાજર થઈ ગઈ. તેણે ઘરની બહાર નજર કરી તે મોટર જેઈ અને તરત પાડોશીના ઘર તરફ જોયું તે ત્યાં બે મેટર જોઈ તેને ખાત્રી થઈ કે દેવીની વાત સાચી છે. આવી સુંદર મટર મળવા બદલ આનંદ થી જોઈએ તેના બદલે દુઃખ થયું. મારે એક મેટર અને પાડોશીને બે મોટર? આ બળાપામાં હવે તેને ચેન પડતું નથી. હવે દેવી પાસે બીજી વસ્તુ માંગતો નથી અને જે સુખ મળ્યું છે એ આનંદથી ભેગવી શકતા નથી. આ બળાપામાં બાવું પીવું કે વાતચીત કરવી ગમતી નથી. તેનું શરીર ઘટવા લાગ્યું. તેને સ્વભાવ ફોધી બની ગયા ઉદાસીનતાનું કારણ પૂછતે મિત્ર : એક દિવસ રસ્તા પરથી તે જઈ રહ્યો હતું. તેને એક મિત્ર મળે. મિત્રે પૂછ્યું-કેમ દસ્ત! ક્યાં જાય છે? તું ઉદાસ કેમ લાગે છે? તારા મુખ પર આનંદ કેમ નથી ? શું થયું છે? પેઢી ફૂલ થઈ છે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy