SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિ રમણિ ] [ ૮૫૩ છો કરતાં વધારે હતું એટલે તેઓ એકાવતારી થયા. પરદેશી રાજા કેટલા પાપી હતા. જેમના હાથ લેહી ખરડયા રહેતા હતા છતાં એક વાર કેશી સ્વામીને સમાગમ થતાં તે પરદેશી મટી સ્વદેશી બની ગયા અને એકાવતારી થઈ ગયા. જેમને . કાગળ બાકી હતે તેમને અડધા કાગળ કરતાં વધારે વાર લાગે તેમ તે જીવેને સંસાર અડધા કાગળ સમાન જી કરતાં વધારે બાકી હતા, મેક્ષ જવામાં વધુ વાર હતી એટલે તે છે ત્રિીજે, સાતમે કે પંદરમા ભવે મેક્ષે ગયા. ટૂંકમાં જેમણે લખવાની શરૂઆત કરી હતી તે પામી ગયા. આપણે બધા અહીં ભેગા શા માટે થઈએ છીએ ? કાગળ લખવા માટે. જેની જેટલી જાગૃતિ હશે તેટલે કાગળ લખાશે પણ એક વાર લખવાની શરૂઆત તો કરવી છે. શરૂઆત કરીશું તો પામીશું. સંલેખણું એટલે શું ? શ્રાવક રોજ સવારમાં ઉઠીને ત્રણ મનોરથ ચિંતવે. હે ભગવાન! હું આરંભ પરિગ્રહને ત્યાગ કયારે કરીશ? પંચ મહાવ્રતધારી સાધુ કયારે બનીશ? સર્વ પાપોને આલેવી સંથારે કયારે કરીશ ? સાધુના પણ ત્રણ મનોરથ હોય છેઃ (૧) હું બહુસૂત્રી કયારે બનીશ? (૨) બારમી પડિમા કયારે વહન કરીશ? (૩) ભત્ત પ્રત્યાખ્યાન, ઇંગિત અને પાદે પગમન આ ત્રણ સંથારામાં પાદપગમનને ધારક કયારે બનીશ? સાધુ હોય કે શ્રાવક હોય બંને સંથારાને પંડિત મરણનો મનોરથ તે ચિંતવે. સંથાર કરતાં પહેલા સંલેખણા કરે, સંથાર અને સંલેખણું એ બેમાં ફરક છે. સંખણા એટલે શું? સંલેખણામાં તન-મનને ઘસી નાંખવા પડે. કાયાની સુખશીલતા અને મનની કાયરતા ફગાવી દેવી પડે. તન તેડી નાંખવું પડે અને મન મેડી નાંખવું પડે. એવા કઠીન માર્ગે ચાલતા મને આ નથી ગમતું, આ નથી. ફાવતું એવું ન રખાય. ગમે તેવા ભારે કષ્ટ આવે તે પણ મનને ગમાડવા પડે. તે કષ્ટ સહન કરતા જરા પણ ખેદ કે અરૂચી નહિ પણ તેને ખુશીથી વધાવી લેવા પડે. ત્યારે મન મોડી નાંખ્યું કહેવાય. તનને તોડવું એટલે કાયાને તપશ્ચર્યાથી કરવી. કાયાને કસી નાંખવી એટલે શું? આ કાયા કાંઈ સુખડનું લાકડું નથી કે તેને ઘસી નાંખીએ. કાયાને કસવી એટલે તપ આદિથી તેને કુશ કરવી. તે માટે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ કરવા. તપના પારણને દિવસે વિગયને તથા રસને ઓછા કરે, તેને ત્યાગ કરે. પારણને દિવસે અભિગ્રહ ધારે. કદાચ રોગ આવે તે દવા ન લે. નિર્દોષ ગૌચરી ન મળે તે દિવસના દિવસો વીતી જાય પણ આધાકમી આહાર ન લે પણ ઉપવાસ કરે. ડાંસ, મચ્છર વગેરે પરિષહ સહન કરી કાયાને કરે, રાત્રે કાઉસગ્ગ દયાનમાં રહે અને સ્વાધ્યાય તો રાત દિવસ સતત ચાલુ રાખે. આ બધે મનની મક્કમતા એવી કેળવે કે કયાંય મન ન બગડે. જરા પણ ખેદ ન થાય. કેઈ ઉપસર્ગ આવે તે જરા પણ કષાય ન કરે. આ રીતે કાયાને કશે. એ તન તેડી નાંખ્યું કહેવાય. તન-મનને ઘસી નાંખ્યા એ સંલેખણે કરી કહેવાય. સંલેખણને કાળ ભગવાને આ પ્રમાણે બતાવ્યું છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy