SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૪] [ શારદા શિરેમણિ તમારા માથે દેવું વધી ગયું છે? તમારે ધધ દેવું થાય એવું છે નહિ. તમે કઈ એવા ખોટા રસ્તે નથી કે દેવાદાર બની જાવ છતાં દેવામાં ડૂબી ગયા હોય અને તમને એમ થતું હોય કે મારી આબરૂ, ઈજજત શી ? આ કારણથી તમે મરવા ઊભા થયા હોય તે અમે તમારી પડખે ઊભા છીએ. તમારા દુઃખમાં સહાયક બનીશું પણ તમને મરવા તે નહિ દઈએ. રત્નસાર શેઠ પણ ત્યાં આવ્યા છે. તે વિચાર કરે છે અને તે આમાં બીજુ કઈ કારણ લાગતું નથી. તેમના ઘરનું કઈ કારણ હશે તે બે વચ્ચે કંઈક થયું લાગે છે એમ વિચારીને કહ્યું- બેટા! તમે તે મારા જમાઈ છે અને દીકરા જેવા છે. આપ કેમ કંઈ બેલતા નથી. જે મારો કંઈ અપરાધ થયેલ હોય તો મને કહો. હું માફી માંગું. શું મારી દીકરીએ તમારું કાંઈ અપમાન કર્યું છે. વળી રત્નસુંદરી મુજ પુત્રીએ, દભવ્યા હેય જે તુજ, તેહ ગુન્હ તમે મુજને પ્રકાશે, તે હું સમજું ગુઝ હે.. રત્નસુંદરીએ તમારું મન દુભવ્યું છે? શું તેણે અઘટિત પગલું ભર્યું છે? તમારા કહ્યા પ્રમાણે નથી ચાલતી ? તમારી ઈચ્છા ન હેય ને પરાણે લગ્ન કર્યા હોય તેથી ફસામણમાં આવી ગયા છે ? આપને એવું શું દુઃખ આવી પડ્યું છે કે આપ અગ્નિસ્નાન કરવા તૈયાર થયા છે. આપ જે હોય તે વ્યક્ત કરે પણ આત્મહત્યા ન કરે. અમે કોઈ તમને અગ્નિસ્નાન તે નહિ કરવા દઈએ. અમારા કે રત્નસુંદરીના કઈ પણ ગુના હોય તે બધા માફ કરે. કયા દુખે તમે મૃત્યુને વધાવી રહ્યા છે ? રત્નસાર શેઠે ઘણું પૂછયું પણ ગુણસુંદર તે કાંઈ બેલ નથી. મારી તે દસ્તી ય લજવાય ? આ સમયે પુણ્યસાર કઈ પ્રસંગે બહાર ગયો હશે તે આવ્યો. આખું ગામ હિલોળે ચડ્યું છે પણ તેને કાંઈ ખબર પડી નથી. આખા ગામમાં બધાને એ વાતની ખબર છે કે પુણ્યસાર ગુણસુંદરને જિગરજાન મિત્ર છે. જે એ ગામમાં આવ્યો કે બધાએ તેને કહ્યું-પુણ્યસાર ! તું કંઈ જાણે છે? શું છે ભાઈ ? તારો મિત્ર ગુણસુંદર અગ્નિસ્નાન કરવા તૈયાર થયું છે. શું અગ્નિસ્નાન ? આ સાંભળતા તે ઘેર ન ગયે. સીધે હાંફળે ફાંફળા થતે ધાસભેર ગુણસુંદરના મહેલે આવ્યા. ગુણસુંદરના મહેલ પાસે તે હજારોની મેદની હતી. બધા વચ્ચેથી પસાર થઈને મહેલ સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. તે તે બધાને આઘા ખસેડતો (૨) ગુણસુંદરના મહેલે પહોંચ્યા. નગરશેઠ, નગરનરેશ બધા આવી ગયા છે. પુણ્યસારે ગુણસુંદર પાસે જઈને એની બોચી પકડીને કહ્યું –અરે ગાંડા આ શું લઈને બેઠો છે? તને ભાન છે કે નહિ ? તું જૈનને દીકરો છે. જૈન કુળમાં જન્મેલાને આપઘાત વિચાર કરે એ પણ મહાપાપ છે. આત્મહત્યા સ્ત્રીઓ કરે, પુરૂષ ન કરે. તારામાં પુરૂષપણું છે કે નહીં ? પુરૂષને ગમે તેવા સંકટ આવે, દુઃખ આવે તો પણ આપઘાત ન કરે. તું આમ કરે તે મારી દોસ્તી પણ લજવાય છે. બધા મને કહેશે કે તારો મિત્ર આ કાયર કે આત્મહત્યા કરવા ઉઠશે ? હું ગઈ કાલે તે તારી પાસે આવ્યા હતા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy