SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] | [ ૭૮૯ પરિગ્રહની મર્યાદા કરવાની. પાંચમું વ્રત ક્યારે લઈ શકાય ? જીવનમાં સંતોષ આવે ત્યારે. જ્યાં સુધી અસંતોષની આગ જલે છે ત્યાં સુધી વ્રત લઈ શકાતું નથી. અસંતોષના કારણે માનવી એ વિચારે છે કે અમુક અભાવની પૂતિ થઈ જશે તે હું સુખી થઈ જઈશ પણ અભાવની સર્વથા પૂતિ ક્યારે પણ થતી નથી અને પરિણામે તે દુઃખી થાય છે. તે કેઈ ને કોઈ અભાવને દુઃખનું કારણ માને છે. તે માને છે કે જે આ અભાવ પૂરો થઈ જાય, અમુક આવશ્યક્તા પૂરી થઈ જાય તો સુખી થઈશ પણ જ્યાં એક અભાવ પૂરો થાય ત્યાં બીજો અભાવ સતાવે છે. બીજે પૂરો થાય ત્યાં ત્રીજે. આ રીતે અભાવને કમ ચાલુ રહેશે. આજે જે પૈસાનો અભાવ છે તે કાલે સંતાનનો અભાવ મનને દુઃખી કરશે. જે સંતાનને અભાવ નથી તે સમાજમાં માન-સન્માન, પ્રતિષ્ઠાને અભાવ જીવને દુઃખી કરે છે. તાત્પર્ય એ છે કે કઈ ને કઈ રીતે અભાવ મનુષ્યને દુઃખી કરે છે. જ્યાં અસંતોષ છે ત્યાં અભાવ રહેવાનું. જેને સ્વભાવ અસંતોષી છે તેને કુબેરને ખજાને અને સારી પૃથ્વીનું રાજ્ય મળી જાય તે પણ તે અભાવની પૂતિને અનુભવ કરી શકતો નથી. તે મનમાં મોટી મોટી મહત્ત્વાકાંક્ષાઓ કરે છે પણ તે બધી મહત્ત્વાકાંક્ષા ક્યારે પણ પૂરી થતી નથી. કહ્યું છે કે असंतोषं परं दुःखं, संतोषः परमं सुखम् । सुखाथी पुरुषस्तस्मात्, संतुण्टः सततं भवेत् ॥ સંસારમાં દુઃખનું કારણ અસંતેષ છે. સંતોષ એ સુખનું મૂળ છે, માટે જેને સુખની અભિલાષા હોય તે સતત સંતુષ્ટ રહે. અસંતોષ એક માનસિક જવર (તાવ) છે. જેવી રીતે તાવ આવે છે ત્યારે રોગી શારીરિક અને માનસિક બંને રીતે અશક્ત થઈ જાય છે. ચાલતા ચાલતા તેના પગ લથડિયા ખાય છે, ચકકર આવવા લાગે છે તેવી રીતે અસંતોષ રૂપી તાવથી પીડાયેલા રોગીની હાલત થાય છે. થોડું સંકટ કે દુઃખ આવે તો તે અશક્ત થઈ જાય છે. બીજાની વધુ ચઢતી દશા જોઈને તેનું મન ક્ષુબ્ધ બની જાય છે. તે મનની સમતુલા ગુમાવી દે છે. તેના મનમાં ઉગની અશાંત લહેરે ઉછાળા મારે છે. પ્રગતિના પથ પર આગળ વધવા માટે ધેર્ય, ગંભીરતા, શાંતિ, સહિષ્ણુતા, સંતોષ આદિ જે ગુણેની જરૂર છે તે ગુણે અસંતોષી માનવથી કેટલાય ગાઉ દૂર થઈ જાય છે. તેનું દિલ અને દિમાગ સંકુચિત હોય છે. આ સંસારની રચના ક૯પવૃક્ષ જેવી નથી કે માનવી જે કાંઈ ઈચ્છા કરે તે વગર મહેનતે મળી જાય. આ દુનિયા એક પ્રયોગશાળા છે. અહીં દરેકને પરીક્ષાની અગ્નિમાં તપાવું પડે છે. જે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય છે તેને દુનિયા પ્રમાણિક માને છે. જે આત્મા વૈર્યતાથી અને પ્રમાણિકતાથી પિતાની વિશેષતા અને ગ્યતાનું પ્રમાણપત્ર મેળવે છે તેને દુનિયા આદર આપે છે, સહયોગ આપે છે અને પ્રગતિના દ્વારમાં પ્રવેશ કરવાની અનુમતિ આપે છે પણ જેનું મન અસંતોષની આગમાં રાત દિવસ બળતું રહે છે તે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy