SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૮]. | શારદા શિરેમણિ સસરાએ કહ્યું-તું સમજ. તારા મહાન ભાગ્યોદયે તને કુળદેવી જેવી વહુ મળી છે. તું શા માટે તેના પર ખોટું આળ ચઢાવે છે ? કેટલા કર્મો બાંધે છે ? તને તારા દીકરા પ્રત્યે વિશ્વાસ નથી? ત્યાં મોટો દીકરે ઘેર આવ્યો. તેણે કહ્યું- બા ! મને તે લાગે છે કે તે મને પરણાવ્યું તે ખોટું કર્યું છે. મારા લગ્ન કર્યા ન હતા ત્યાં સુધી તું મારી બા હતી પણ લગ્ન કર્યા અને વહુ ઘેર આવી એટલે તું બા મટીને સાસુ બની. મા હતી ત્યાં સુધી વાંધે ન આવ્યા પણ સાસુ બન્યા એટલે વધે આવ્યું. વહુ કહેહું તો આવી ત્યારથી બા કહું છું, સાસુ કયારે પણ કહેતી નથી પણ મારા પાપને ઉદય એટલે બા મારા બા નથી રહેતા પણ સાસુના સ્વરૂપમાં રહે છે. સ્વર્ગ જેવું બનેલું ઘર : બાપુજી ! મારા દિયર સારા માટે પાસ થાય તે માટે હું મહેનત કરું છું, તેમને ભણાવું છું. હું વહેલી ઊડીને કામ કરી લઉં અને પછી ભણાવવા બેસું. ભણાવીને આવ્યા પછી બાકીનું કામ કરું છું. હું તો બાને કહું છું કે આપ કામ કરશે નહિ. ડું મોડું થશે તે વાંધો નથી. વહુના શબ્દ સાંભળી સાસુજીની આંખ ઉઘડી ગઈ. વહુ તે મારી સારી છે પણ હું જે ચોકઠામાં બેસું છું તેમણે મને ખોટી ખોટી વાત કરી ચઢાવી. હું ચઢી ગઈ અને વહુ પર અળ ચઢાવવા તૈયાર થઈ. મેં મારું જીવન બગાડી નાખ્યું. દૂધ તે સારું હતું પણ ભરવાનું વાસણ ખટાશવાળું હતું એટલે દૂધ ફાટી ગયું, તેમ સાસુજી તે સારા હતા પણ બીજાના ખોટા ઉપદેશે બગડી ગયા. ત્યારથી સાસુજીએ એકઠામાં બેસવાનું બંધ કરી દીધું. તે દિવસથી તેમનું ઘર સ્વર્ગ જેવું બની ગયું, માટે કેઈને ખોટો ઉપદેશ આપવો નહિ. (૫) કુડલેહકારણે ખોટા લેખ લખવા. ખોટા ખોટા ચોપડા રાખવા. નનામા કાગળ લખવા અને લખીને કોઈના પર આક્ષેપ કરવા. જે વડીલોના હાથમાં કાગળ જાય તો વડીલે ધમધમી ઊઠે. પરિણામે મન-દુઃખ થવાનો પ્રસંગ આવે. કંઈક વાર અભણ, ભેળા માણસોને લૂંટવા કે ફસાવવા માટે ૧૦૦ ના આંકડા પર એક મીંડુ વધારી હજાર કરી દે છે. કંઈક માણસો એવા હોય છે કે સો રૂપિયા ધીરી બસનું ખાતું પડાવી લે. દેણદારને જ્યારે ખબર પડે ત્યારે તેને ફાળ પડે છે ત્યારે તે કકળાટ કરે પણ લેણિયાત પાસે કંઈ ચાલે નહિ. પરિણામે તે ગરીબ માણસ આબરૂ જાળવવા બિચારે ઘરબાર, દાગીને વેચીને તેનું દેણું ભરપાઈ કરે. આ રીતે બેટા લેખ લખવાથી અતિચાર લાગે છે અને પાપના ભાગીદાર થવાય છે. ભગવાને આનંદ શ્રાવકને પાંચ અતિચાર સમજાવ્યા. બીજા વ્રતમાં આવા કોઈ અતિચાર લાગવા ન જોઈએ, હવે ત્રીજા તમાં શું આવશે તે અવસરે. ચરિત્ર : એક અતિ આનંદમાં અને એક અતિ ચિંતામાં માતાપિતાએ પિતાની વહાલસોયી દીકરીને ખૂબ શિખામણ આપી, પછી જમાઈરાજને કહ્યું અમે અમારી લાડલી દીકરી આપના હાથમાં સેંપી છે. કદાચ છેરૂ કછોરૂ થાય તે આપ તેની ભૂલને માફ કરજે. તેને ખૂબ સાચવજે. ગુણસુંદર મનમાં વિચાર કરે છે કે આપ મને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy