SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૭૫૭ શહેરમાં પગે ચાલીને જઈ રહ્યો છે. રસ્તામાં તે માર્ગ ભૂલી ગયે. શહેરમાં જવાના રસ્તાને બદલે જંગલના રસ્તે ચઢી ગયે. સાંજ પડવાની તૈયારી હતી. છેડા છેડા પ્રકાશમાં તે આગળ વધી રહ્યો હતે. રસ્તા પર તેને કેઈકના પગલા દેખાયા. તેને એમ કે આ રસ્તો જંગલની બહાર જતો હશે તેથી પગલાને આધારે તે આગળ વધવા લાગ્યા. ત્યાં અચાનક દૂરથી કેઈકને અવાજ સંભળાયો. તું ત્યાં ઊભે રહેજે. એક ડગલું પણ આગળ વધીશ નહિ. આ સાંભળી તે યુવક ત્યાં થંભી ગયો. કઈ પ્રૌઢ માણસ જલ્દીથી પિતાની તરફ આવતે જોયે, છેવટે એકદમ નજીક આવીને પૂછયુંભાઈ! તું કયાં જાય છે? તારે કયાં જવું છે? અરે, ભાઈ! હું તે ભૂલે પડ્યો છું. રાત પડવાની તૈયારી છે. આવા અઘેર જંગલમાં રાત કેવી રીતે પસાર કરું? આ વિચારથી જે પગલા દેખાય છે તેના આધારે હું ઝડપથી જઈ રહ્યો છું પણ ભાઈ ! તને ખબર છે કે આ રસ્તો કયાં જાય છે? ના...ના. હું તો પગલાને આધારે આગળ ચાલી રહ્યો છું. ભાઈ! સાંભળ, આ રસ્તે તે સિંહની બેડમાં જાય છે. સિંહને મારવા શિકારીઓ આ રસ્તે ગયા હશે તેથી તેમના પગલા પડયા છે. સિંહ તે મર્યો નહિ પણ તેણે શિકારીઓને મારી નાંખ્યા લાગે છે, માટે ભાઈ! તને કહું છું કે તું આ રસ્તેથી પાછો ફર. હું તને જંગલની બહાર સહીસલામત રીતે પહોંચાડી દઈશ. આ સાંભળતા પિલા યુવકને કેટલે આનંદ થયે હશે? તેણે પેલા પ્રૌઢ માણસને કયા શબ્દોથી આવકાર્યો હશે? પ્રૌઢ માણસની વાત સાંભળી પેલે યુવક તે તેના પગમાં પડી ગયો ને કહ્યું, “હે હે ઉપકારી કાકા ! તમારો ઉપકાર આ જન્મમાં તે નહિ પણ જન્મજન્મમાં નહિ ભૂલું. તમે તે મને મૃત્યુના મુખમાંથી બચાવ્યો છે. તમે તે મને જીવતદાન આપ્યું છે. તમે તે મારા મહાન ઉપકારી છે. આમ કહીને તે યુવક પેલા પ્રૌઢ માણસની સાથે ચાલ્યો અને જંગલમાંથી બહાર નીકળી ગયો. તે સહીસલામત પિતાના ઇચ્છિત સ્થાને પહોંચી ગયે. વનની ભૂલભૂલામણીમાં આવે કઈ ભૂમિ મળી જાય તે આનંદને પાર રહેતું નથી. આપણે આત્મા ભવનની ભૂલામણીમાં ભૂલે પડે છે ગુરૂ ભગવંતે આપણું ભેમિયા છે. તેઓ આપણને સમજાવે છે કે હે આત્મા ! જે તું પાપના માર્ગે ચાલીશ તે સિંહની બેડ સમાન દુર્ગતિના દુખો ઊભા છે અને ભગવાને બતાવેલા ધર્મના માર્ગે ચાલીશ તે ભવની ભૂલામણીમાંથી બહાર નીકળી શકીશ અને તારા ઈચ્છિત સ્થાન એવા મેક્ષમાં પહોંચી શકીશ. આનંદ શ્રાવકને ભગવાન મહાવીર સ્વામી જેવા ભેમિયા મળી ગયા. તેમણે ભવની ભૂલવણીમાંથી બહાર નીકળવાનો સાચો માર્ગ બતાવ્યો. આનંદ શ્રાવકે એ માર્ગ પર પગલા ભરવા માંડયા. તેમણે આઠ વ્રત સ્વીકાર્યા. આઠમું અનર્થદંડ વ્રત બહુ સમજવા જેવું છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાનને વશ થઈને જીવ અનર્થદંડે દંડાઈ રહ્યો છે પરિણામે દુર્ગતિમાં જવાના કર્મો ઊભા કરે છે, માટે આર્તધ્યાન, રૌદ્રધ્યાનને છોડીને ધર્મધ્યાનમાં આવે. જે ધર્મધ્યાનમાં જોડાશે તે નરક કે તિર્યંચ ગતિમાં જવું નહિ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy