SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ ] [ શારદા શિરેમણિ ચાર કહે, ના. બે તમારા ને બે મારા. ચેરી કરતા રાણી જાગી ગયા હોત ને આપણે પકડાઈ જત તે બંનેને શિક્ષા સરખી મળત. તેમાં ઓછી વધતી ન થાત. તે પછી ચેરી કરતાં જે માલ મળે એમાં પણ બે સરખા જ ભાગીદાર ગણઈએ ને ! આ રીતે બંનેની રકઝક ચાલુ હતી ત્યાં ઝાડ પર એક પંખી બોલ્યું, રાજા અને ચાર ભાગ પાડે છે. માલિક અને ચેર ભાગ પાડે છે. આ ચાર પંખીની ભાષા સમજતો હતો. તેણે પંખીની આ વાત સાંભળી. તરત તે એકદમ ઊભું થઈ ગયે ને રાજાના ચરણમાં પડી ગયો. રાજાના મેળામાં માથું મૂકી ખૂબ રડો. આંસુથી રાજાના પગ ધોઈ નાંખ્યા. આ જોતાં રાજાને તે આશ્ચર્ય થયું. આ ચેર એકાએક આમ કેમ કરે છે? રાજાએ પૂછયું- ભાઈ તને શું થયું છે ? તું આટલું બધું કેમ રેડે છે ? ચેર કહે-મહારાજા ! આપ જ અવંતીના નરેશ વિક્રમ રાજા છો. આપે મારી સાથે છૂપા રહીને મને છેતર્યો છે. સાથે રહેવા છતાં આપ પ્રગટ થયા નહિ અને ચોરી કરવા છતાં મને પકડે નહિ. રાજા કહે, તને શી રીતે ખબર પડી કે હું વિક્રમ રાજા છું. મહારાજા ! હું પંખીની ભાષા જાણું છું. જુઓ, આ ઝાડ પર પંખી બોલે છે કે માલિક અને ચેર ભાગ પાડે છે. આ ચાર પાયા તમારા મહેલના છે માટે તમે એના માલિક છે અને હું ચોર છું, તેથી સમજી ગયે કે આપ વિક્રમ રાજા છે. રાજા અને ચેર બંને ભેટી પડ્યા, પછી રાજા ચોરને પૂછે છે તમે છો શાહુકાર. તમે સાચા ચિર હે તેવું દેખાતું નથી. તમારે આ ચેરીને, પાપને ધંધે કેમ કરે પડે ? આપનું કુળ ખાનદાન લાગે છે. તું ચોર હોય એવું મને દેખાતું નથી. તું સત્ય વાત મને કહે. પ્રમાણિકતાએ અપાવેલી પ્રધાનપદવી : મહારાજા ! હું મોટો શ્રીમંત શેઠને દીકરે છું. મારા માતા-પિતા નાનપણમાં ગુજરી ગયા. અમલદારે મારી બધી મિલક્ત લઈ લીધી ને મને ભગવે બનાવીને કાઢી મૂક્યું. મને ખરાબ મિત્રોને સંગ થતાં હું ચોરી કરતાં શીખે અને આજે મોટો નામાંકિત ચાર બની ગયો. આ પાપ મને ખટકે છે, તેથી મેં મારી આજીવિકા માટે મહિનામાં એક વાર ચોરી કરવાની છૂટ રાખીને બીજી પ્રતિજ્ઞા કરી છે. ચોરી કરવા છતાં હું કયારે પણ અસત્ય બેલ નથી. ભાઈ ! તું તે અમલદારને ઓળખે છે? ચારે તેની ઓળખાણ આપી એટલે રાજાએ તેને બોલાવ્યો. રાજાએ બધી પૂછપરછ કરી. ભારે શિક્ષાની ધમકી આપી એટલે તેણે બધી સાચી વાત રજૂ કરી. આ ચારની બધી મિલ્કત પાછી અપાવી. ચોર ફરી શેઠ જેવો બની ગયો. રાજાને તે તેના પ્રત્યે ખૂબ બહુમાન થયું કે ચેર હોવા છતાં કેટલે ખાનદાન અને પ્રમાણિક છે ! તેને પિતાનું જીવન નિભાવવા આવે બંધ કરવો પડે પણ તેની નીતિ કેટલી ચેમ્બી છે ! ચેરી કરવા છતાં તે હયાને ચોર ન હતે પણ શાહુકાર હતા. રાજા કહે-તું આજથી મારા રાજ્યને પ્રધાન. તારા જેવા સત્યવાદી અને પ્રમાણિક પ્રધાનથી મારું રાજ્ય પણ સારી રીતે ચાલશે. આ વાતથી સમજવાનું એ છે કે એર હોવા છતાં શાહુકારી કેટલી હતી ? રાજાના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy