SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ર ] [ શારદ શિરોમણિ આજે ચાર કલાક થયા છતાં તે ઉો નહિ. તેના જીવનને પો થયા લાગે છે. સંતે પૂછયું ભાઈ ! શું તમે બીડીને ત્યાગ કર્યો છે? ગુરૂદેવ ! હવે તે મારી પાસે તેનું નામ ન લેશે. કેમ, એવું તે શું બની ગયું ? માનવીનું જીવન ક્યારેક બેધ સાંભળીને પરિવર્તન થઈ જાય તે કઈ વાર સામાન્ય નિમિત્ત મળતા બદલાઈ જાય છે. સંત કહે, ભાઈ, તારું જીવન સુધર્યું કેવી રીતે? - બીડી માટેની લાચારી જોતાં વ્યસન ત્યાગ : મારા જીવનમાં એક પ્રસંગ બની ગયે. હું એક વાર પાનવાળાની દુકાને ઊભું હતું. ત્યાં એક ભિખારીએ આવીને પાનવાળા પાસે બીડી માંગી. તે ખૂબ કરગર્યો, મને એક બીડી આપ ને ? પાનવાળે કહે, તારે બીડી જોઈતી હોય તે થેડી વાર નાચ.- કર, પછી તને બીડી આપીશ ભિખારીએ એક બીડી માટે નાચવાનું શરૂ કર્યું. થોડી વાર ના, પેટ માટે વેઠ કરવી પડતી હોય તે જુદી વાત છે. આ તે વ્યસને ગુલામ બનેલે નાચ કરવા તૈયાર થયા. ભિખારીએ નાચ કર્યા પછી બીડી માંગી ત્યારે પાનવાળે શું કહે છે? જે સામે ગટર છે, તેમાંથી ચાર ઘુંટડા પાણી પી આવ પછી તને બીડી આપું. વ્યસનોની ગુલામી શું કરાવે છે? ભિખારી ગટર પાસે જઈ વાંકે વળીને ચાર ઘુંટડા પાણી પી આ પછી પાનવાળાએ તેને બીડી આપી. આ પ્રસંગ જોતાં મારા મનમાં વિચાર આવે કે એક બીડી આટલી લાચારી કરાવે ! ભર બજારમાં નચાવે, ગટરનું ગંદુ પાણી પીવડાવે, મારી પાસે અત્યારે પૈસા છે તે સારું છે. મારે જેટલી બીડી પીવી હોય તેટલી પીવું છું. કાલે મારા પાપને ઉદય થાય ને પૈસા ચાલ્યા જાય. મારી સ્થિતિ આ ભિખારી જેવી થઈ જાય તે બીડી મારી પાસે નાચ નહિ કરાવે અને ગટરના ગંદા પાણી નહિ પીવડાવે તેની શી ખાત્રી ? આ કરતાં બીડી છોડી દેવી શી ખોટી? આ બીડીના વ્યસનમાં પૈસાની ખુવારી, શરીરની ખુવારી, અને પાપ બાંધવાના. તે દિવસથી મેં બીડી છેડી દીધી છે. મારું જીવન પરિવર્તન થયું છે. આ બધા વ્યસને ગુલામ બનવું, તે માટેના વિચાર કરવા તે આત ધ્યાન. ધર્મધ્યાન જેના જીવનમાં હોય તેનામાં આવા કુવ્યસને ન હોય. કેઈનું ખરાબ ચિંતવવું, દુશ્મનનું અહિત થતું જોઈને રાજી થવું એ રૌદ્રધ્યાન છે. - આર્તધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા છેઃ (૧) જે તમને ગમતા નથી તેવા પદાર્થો મળ્યા તે આ કયારે દૂર થાય અને મનગમતા કયારે મળે તેનું ચિંતન કરવું. (૨) કર્મોદયે કઈ રોગ આવે ત્યારે હાયય કરવી અને હવે કયારે જલદી મટે તેવી વિચારણા કરવી. (૩) મનગમતા પદાર્થોને સંગ કાયમ ટકી રહે તેનું ચિંતન કરવું. (૪) નિયાણું કરવું. આ બધું અનર્થદંડમાં ગયું છે. આ ધ્યાન તિર્યંચ ગતિમાં લઈ જાય છે અને રૌદ્રધ્યાન નરક ગતિમાં લઈ જાય છે. આ બંને ધ્યાનથી જીવ અનર્થદંડે દંડાય છે. આ બંને ધ્યાનમાંથી બચવું હોય તો ધર્મધ્યાનના શરણે જાવ. અવળામાંથી - સવળું શોધતાં શીખો તો અનર્થદંડથી બચી જશે, માટે જ્ઞાની કહે છે કે સમજો અને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy