SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] [ ૭૩૫ તે સમયે દર્દી ડોકટર પર ક્રોધ કે રોષ કરે ખરે? તેમને ગાળ દે ખ? ના. તેને મન તે ડૉકટર જાણે ભગવાન લાગે. શાથી? તે સમજે છે કે આ ડૉકટર ભલે મારું પેટ ચીરે પણ તે મારે રોગ મટાડવાના છે. તેને મન ડોકટર દુશ્મન નહિ પણ રોગ મટાડનાર દેત જેવા લાગે. ડૉકટર પ્રત્યે તેના સારા ભાવ હોય, તે ડૉકટરને ઉપકારી માને. બસ, આ જ વાત મહાપુરૂષોએ જીવનમાં અપનાવી છે તેથી આર્ત–રૌદ્રધ્યાનના સ્થાને ધર્મ-શુકલધ્યાન લાવી શક્યા. મેક્ષાથીને મન દુખદ તે સુખદઃ ખંધક મુનિના શરીરની ચામડી ચડડ ઉતરી છતાં રાજસેવકો પર રેષ ન આવ્યો, આર્તધ્યાન ન થયું. શા માટે ? તેમણે રાજસેવકને ડૉકટર માન્યા. ભવરોગને દૂર કરવા માટે એ ઓપરેશન માન્યું. આ ઓપરેશનથી ભવને ભય દૂર થવાનું છે તેથી રાજસેવક પર શેષ કે ક્રોધ ન આવ્યો પણ તેમને ઉપકારી માન્યા. અવંતી સુકુમાલે પિતાના શરીરને શિયાળણીના મોઢે ચવાઈ જવા દીધું. શિયાળણને શરીરનું માંસ ખાવા દીધું, લેહી પીવા દીધું. મેતારક મુનિએ સોનીને ચામડાની વાધર પિતાના માથે વીંટવા દીધી. શા માટે ? એમણે કર્મને રેગ મટાડનાર ડોકટર માન્યા. તેમાં ભવનો રોગ દૂર થતે દેખાય. આપણું શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીને ગોવાળિયાએ કાનમાં ખીલા નાંખ્યા. સંગમે કાળચક્ર મૂકયું. છ છ મહિના સુધી ઉપસર્ગો આપ્યા છતાં બધું હસતા મુખે સહન કર્યું કારણ કે એમાં એમને ભવરગ દૂર થતા દેખાયા. ભગવંતે મુનિઓને ઉપસર્ગો સહન કરવાને ઉપદેશ આપ્યો. તે શા માટે? સંત ભવભવના રોગને મટાડવા સાધના કરે છે. ઉપસર્ગો આવે તો તેમાં ભવના રોગનું ઓપરેશન થયું છે. ઓપરેશન કરનાર ડોકટર પર દર્દીને શેષ થતો નથી. એ તો ઉપકારી લાગે છે તેમ અંધક મુનિને ઉપસર્ગ દેનાર રાજસેવકે મહાઉપકારી લાગ્યા. મેતારજ મુનિને એની ઉપકારી લાગ્યા અને અવંતી સુકુમાલને શિયાળણું ઉપકારી લાગી. એપરેશન કરતા ડૉકટર જે દર્દીને ખરાબ દેખાય, ઉપકારી ન લાગે, દદ ડોકટરને ગાળો દે તો તેનું ઓપરેશન બગડી જાય છે તેમ ઉપસર્ગ વખતે ઉપસર્ગ દેનાર જે ખરાબ લાગે, દુશ્મન લાગે, તેના પ્રત્યે કોધ કે રોષ આવે તો સમતા, ક્ષમા તૂટી જાય તે તેને સંસાર વધી જાય. દુમનને દુશમન માને તેની દુર્ગતિ : બંધક મુનિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પલ્યા. તે બધાએ પાલકને ઉપકારી મા. ભવરોગ મટાડનાર ડૉકટર માન્યો. અમે ઘાણીમાં પલાતા નથી પણ ખરેખર અમારા કર્મો પીલાય છે. તેમણે હસતા મુખડે આવા ભયંકર ઉપસર્ગને સહન કર્યો તે મોક્ષે પહોંચી ગયા. આ બધા સમતાસાગર મુનિઓએ એ જ વિચાર કર્યો કે જે કર્મો ખપાવવા માટે અમારે કેટલી સાધના કરવી પડત. તે કર્મોને જલદીમાં જલદી ખપાવવા માટે અમને સારા સહાયક ડૉકટર મળી ગયા તે અમારા ભવરોગ જલદી દૂર થયા. ૫૦૦ શિષ્યોના ગુરૂ બંધક મુનિએ પાલકને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy