SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૨૩ શારદા શિરોમણિ ] વીંટી આ બે સિવાય બધા અભૂષણના પ્રત્યાખ્યાન કરું છું. તમારી પાસે દાગીના કેટલા હેય ! શ્રીમંતને ત્યાં જાતજાતના દાગીના હેય પણ પહેરવાના કેટલા ? તિજોરીમાં લેવાના ને હરખાવાનું. બેને પહેરે તે સૌભાગ્યના ચિન્હ રૂપ અને એકાદ સેટ આથી અધિક પહેરવાના છે? ના. માટે પચ્ચકખાણમાં આવે, મર્યાદામાં આવે. જે સુખી થવું હોય તે સંતોષી બનવાની જરૂર છે. જે માનવીમાં સંતોષ નહિ હેય તે ગમે તેટલે સુખી હોવા છતાં તે સુખપૂર્વક રહી શકશે નહિ. ધનવાન બનવાની ધન : એક રાજાને હજામ જ રાજાની હજામત કરવા જાય. રાજાએ તેને એક વર્ષનું વર્ષાસન બાંધી આપેલું. તેનાથી હજામને ખાવાપીવામાં કઈ જાતને વાંધો ન આવતે પણ તેમાંથી કાંઈ બચત ન થાય. તે હજામને ધનપતિ થવાના કેડ જાગ્યા. આ ચિંતામાં તેની ઊંઘ પણ ઊડી ગઈ. હું શું કરું તે ધનવાન બનું. તેણે વિચાર કર્યો કે મને જે પૈસા મળે છે તે મોટા ભાગે ખાવાપીવામાં ખર્ચાઈ જાય છે માટે તેમાં કાપ મૂકીએ તે થોડી બચત થાય. એટલે હજામ તેની પત્નીને કહે છે આપણા બધા પૈસા ખાવાપીવામાં વપરાઈ જાય છે. કેઈ વાર માંદગીને પ્રસંગ આવે ને જરૂર પડે તો પૈસા કયાંથી લાવશું? માટે આપણે એક ટંક ખાવાનું ઓછું કરી નાંખીએ તો પૈસા બચશે. જે પૈસા બચશે અને ભેગા થશે તો તને સારો દાગીને કરાવી આપીશ. દાગીનાની વાત સાંભળી એટલે પત્ની તે હરખાઈ ગઈ. તેણે તે ખૂબ કસકસર કરવા માંડી. બધાએ એક ટંક જમવાનું છોડી દીધું. ખરેખર દિવાળીએ જે પૈસા ભેગા થયા તેનાથી એક ઘરેણું લાવી આપ્યું. ખાવામાં કરકસર કરવાથી કાંઈ લખપતિ બની જવાય ? લખપતિ બનતાં તે જિંદગી પૂરી થવા આવે. લખપતિ બને અને જીવન પૂરું થઈ જાય તે ભેગું કર્યાને શો અર્થ ? થોડી બચતમાં બંગલા અને મોટર ગાડી કયાંથી આવે ? તેને તો ખૂબ ચિંતા થવા લાગી. શું કરું તે જલ્દી લખપતિ બનાયે? આ તે રાજાને હજામ એટલે જે બીજું કાંઈ કરે અને રાજા જાણે તો ય ભારે ઉપાધિ થઈ પડે. તારે શું જોઈએ છે? : એક વાર હજામ પાણીનો લોટો લઈને ગામ બહાર જંગલમાં ગયો. તે વિસામો ખાવા એક ઝાડ નીચે ઊભે છે ત્યાં અવાજ આવ્યો. ભાઈ! તારે શું જોઈએ છે? તું દુઃખી કેમ છે? તારે સેનું જોઈએ છે કે પૈસા જોઈએ છે? હજામ તે ચમકો. મને આવું કશું કહેતું હશે? આ અવાજ કયાંથી આવે છે? ત્યાં બીજી વાર અવાજ આવ્યો કે તારે સેનું જોઈએ છે કે પૈસા? તેને લાગ્યું કે આ અવાજ ઝાડ પાછળથી આવે છે પણ કઈ દેખાતું નથી. થોડી વાર વિચાર કરીને કહ્યું, મારે ધનવાન થવું છે. આપ મને કેઈ ઉપાય બતાવે. ભાઈ ! તું ઝાડ પાછળ ખેદ તે તેમાંથી સાત ચરૂ નીકળશે. હજામે ઝાડ પાછળ છેદયું તો સાત શરૂ નીકળ્યા. તેમાં છ ચરૂ આખા ભરેલા હતા અને સાતમે ચરૂ અડધું હતું. તે તે ચરૂ લઈને હરખાતો હરખાતે ઘેર ગયે. પત્નીને કહે છે તું જલદી બારણું ખોલ. હજામની પત્ની કહે તમે આજે બહુ આનંદમાં છો ! હજામે બધી વાત કરી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy