SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૭૧૯હળુકમી છે તે શાસનનું રત્ન બનશે. રવાભાઈએ પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં થોડા દિવસમાં સામાયિક, પ્રતિક્રમણ શીખી લીધા થેકડા આદિ કંઠસ્થ કર્યો. તે ગુરૂદેવને કહે છે-ગુરૂદેવ ! હવે મને જલદી દીક્ષા આપો. કાકા કાકીની આજ્ઞા મેળવી લીધી અને સંવત ૧૯૫૬ના વસંતપંચમીના દિવસે ખંભાતમાં ભવ્ય રીતે તેમને દીક્ષા મહોત્સવ ઉજવાયે. રવાભાઈના ગુણ જોઈને ગુરૂદેવે તેમનું સંયમી નામ “બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ' રાખ્યું. પૂ. ગુરૂદેવ છગનલાલજી મ. સા. ક્ષત્રિય હતા અને પૂ. રત્નચંદ્રજી મ. સા. પણ ક્ષત્રિય હતા. દીક્ષા લીધા પછી રત્નચંદ્રજી મ. સા. પૂ. ગુરૂદેવને ખૂબ વિનય કરતા અને તેમની સેવા ભક્તિમાં ખડે પગે હાજર રહેતા. ગુરૂઆજ્ઞામાં તે એટલા બધા અર્પણ થઈ ગયા હતા કે બસ, ગુરૂઆશા એ જ મારો શ્વાસ અને એ જ મારો પ્રાણ છે. તે કયારે પણ ગુરૂદેવથી દૂર રહેતા નહિ. એ ગુરૂ શિષ્યને જેમાં ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની જોડલી યાદ આવી જાય ! પૂ. ગુરૂદેવની છત્રછાયામાં રહીને સંસ્કૃત, પ્રાકૃતનો ખૂબ અભ્યાસ કર્યો. સાથે આગમનું જ્ઞાન પણ ખૂબ મેળવ્યું. અર્પણુતાને અજબ નમૂને, જેથી મેળવ્ય જ્ઞાન ખજાને. ક્ષમાની અજોડ મૂતિ ગુરૂજી, દેશદેશમાં પામ્યા રે ખ્યાતિ. વિનય અને ક્ષમાનો ગુણ તો અજોડ હતો. ગુરૂશિષ્ય વચ્ચે ક્ષીરનીર જે અથાગ પ્રેમ હતો. સં. ૧લ્મ ના વૈશાખ વદ દશમના દિવસે છગનલાલજી મ. સા. કાળધર્મ પામ્યા એટલે ગુરૂદેવને ખૂબ આઘાત લાગ્યો. ગુરૂ વિયેગ બહુ વસમો છે. પૂ. ગુરૂદેવના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મ. સા. ના હાથમાં આવ્યું. ખંભાત સંઘે તેમને આચાર્ય પદવી અર્પણ કરી એ વર્ષે ગુરૂદેવનું ચાતુર્માસ સાણંદ થયું. જીવન મહેલમાં કેરણી કરનાર કાબેલ કલાકાર : પૂ. ગુરૂદેવની એજસભરી પ્રભાવશાળી વાણી સાંભળતા ભવ્ય જીવે તપ ત્યાગના રંગમાં રંગાઈ ગયા ખરેખર એ ચાતુર્માસ મારા માટે મહાન યાદગાર બની ગયું. એ ચાતુર્માસમાં પૂ. ગુરૂદેવની અમીધારાની વર્ષા વરસી અને મારા જીવન રૂપી ક્ષેત્રમાં વૈરાગ્યના બીજનું પણ થયું. પૂ. ગુરૂદેવે એ બીજને સિંચન આપીને આત્માના ક્ષેત્રમાં ખૂબ વિકસિત બનાવ્યું. પૂ. ગુરૂદેવની વૈરાગ્યરસના ઝરણા વહાવતી ધોધમાર વાણીની વર્ષાએ મારા અંતરના તાર ઝણઝણી ઉઠયા. તેઓ મારા જીવનના સાચા કલાકાર બનીને જીવનના સારા ઘડવૈયા બન્યા. એવા તારણહાર, જીવનનૈયાના સાચા ખવૈયા પૂ. ગુરૂ ભગવંતને મારા પર મહાન ઉપકાર છે. એવા જ્ઞાનદાતા, સંયમદાતા, અનંતાનંત ઉપકારી ગુરૂદેવ માટે શું કહું ! તેમના ગુણે આ જીભથી કહી શકાય નહિ અને પેનથી આલેખી શકાય નહિ. એવા ઉત્તમ કક્ષાના મહાન આત્માથી સાધક હતા. કક્ષાની કચરાપેટીમાં અને અજ્ઞાનના અંધકારમાં અથડાતા મને તેમજ મારા ગુરૂબેન પૂ. જસુબઈ મહાસતીજીને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy