SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૭૦૧ શિખરે ચઢતા પાપને પશ્ચાતાપ કરતા કરતા આઠમા ગુણસ્થાને જઈ ક્ષેપક શ્રેણી માંડી. બારમાં ગુણ. પહોંચીને તેરમાના પહેલા સમયે કેવળજ્ઞાનની જત પ્રગટાવી દીધી. આકાશમાં દેવદુદું ભી વાગવા લાગી. દેવે કેવળીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા આવ્યા. શૂળીના સ્થાને સુવર્ણકમળ થઈ ગયું છે તેના પર બેસીને દેશના આપે છે. રાજાએ તે કેવળી ભગવંતને પૂછયું- આ રત્નાવલી હાર મુનિની ડોકમાં કયાંથી આવ્યો? કણ તેમની ડોકમાં નાંખી ગયું ? મુનિએ બધી પૂર્વભવેની વાત કરી. સમડી હાર નાંખી ગઈ તે ચંદનને આત્મા હતો. સમડી સામે ઝાડ પર બેઠી હતી. તેણે આ બધી વાત સાંભળી. સાંભળતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. કેવલી ભગવંત પાસે આવીને મુનિના પગમાં પડી પોતાના પાપનો કરાર કરી ત્યાં શ્રાવકપણું અંગીકાર કર્યું. જે મનુષ્યભવમાં ન પામી તે તિયચના ભવમાં પામી ગઈ. ત્યાંથી મરીને તે દેવલોકમાં ગઈ. આ દષ્ટાંતથી બે વાત સમજવા મળે છે. એક તે ધન કેવા અનર્થો કરાવે છે ! બીજુ સત્સંગ જીવનમાં શું કામ નથી કરતા? રાજાએ મુનિને જે કષ્ટ આપ્યું હતું તે બદલ માફી માંગી અને ત્યાં ધર્મ પામી ગયા. આનંદ શ્રાવકે ધનની, પશુધનની અને ભૂમિની મર્યાદા કરી પછી તેમણે શકટ એટલે બળદ ગાડીઓનું પરિમાણ કર્યું કે ૫૦૦ ગાડીઓ બીજે ગામ જવા યાત્રા કરવા માટે અને ૫૦૦ માલસામાન લઈ જવા લાવવા માટે, તે સિવાયના બીજા બધા શકરોના પ્રત્યાખ્યાન કર્યા. તે સમયે મોટર ગાડી આદિ સાધન ન હતા એટલે માલ લાવવા લઈ જવા માટે તેમજ યાત્રા માટે શકટ-બળદગાડીઓને ઉપયોગ થતો હતો એટલે તેમણે પિતાની પાસે જેટલા શકટ હતા તેટલી છૂટ રાખીને બીજા પ્રત્યાખ્યાન કર્યા. ત્યાર પછી વાહનો-નૌકાનું પરિમાણ કર્યું. ચાર જહાજ વહાણ પરદેશમાં માલ લઈ જવા લાવવા માટે અને ચાર વહાણ યાત્રા માટે રાખીને બીજા બધાના પચ્ચકખાણ કર્યા. તે સમયે વિદેશે સાથે તેમને વેપાર ચાલતું હતું. ચાર દિશાઓમાં સમુદ્ર યાત્રા કરતા હતા એટલે તેમણે ચાર માલ લઈ જવા લાવવા માટે અને ચાર યાત્રા માટે રાખ્યા. આનંદ જળ અને સ્થળ બંને માર્ગેથી વેપાર કરતા હતા એટલે સ્થળના માર્ગ માટે એક હજાર બળદગાડીઓ અને જળમાર્ગ માટે ૮ વહાણ રાખ્યા, હવે આગળ શું વાત ચાલશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પુરંદર શેઠ, ગુણસુંદર અને પુણ્યસાર બધા જમ્યા બાદ ખૂબ પ્રશ્નચર્ચા કરી, ત્યાર બાદ ગુણસુંદર કહે હવે જાઉં છું. પુણ્યશ્રી અને શેઠ કહે-તું જા પર પણ હવે આ ઘર તારું છે એમ માનીને તું આવતે રહેજે. અમારે ત્યાં જમજે. બા! હું એકલે નથી. અમારા રસોડે ઘણું માણસ છે. ભલે, તું માણસને લઈને આવજે. પુણ્યસાર મારે એક દીકરે છે હવે તું મારો બીજે દીકરે, માટે તું અવારનવાર આવત રહેજે. આ વખતે તો અમે તને આમંત્રણ આપ્યું ને તું જમવા આવ્યો છે પણ હવે ફરી અમારા આમંત્રણની રાહ ન જઈશ. ગુણસુંદર અને પુણ્યસાર વચ્ચે એવી ગાઢ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy