SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ ]. [ શારદા શિરેમણિ પણું ખૂબ ઉત્સવ છે. નૃત્યકળા, સંગીતકળા આદિ જલસે મચી રહ્યો છે. આ કુમાર પરણવા આવ્યા ત્યારે પણ દારૂ પીને નશો ચઢાવીને આવ્યો છે. તેની આંખે પરથી રાજા સમજી ગયા કે આ નશો ચઢાવીને આવ્યા લાગે છે. જેવા જનારે શું જોયું ? છોકરાના રૂપરંગ જોયા ? દારૂમાં ચકચૂર રહે છે એ કાંઈ જોયું નથી લાગતું? પહેલાનો જમાને એ હતું કે સગપણ કર્યું એટલે ત્યાં પરણાવવી જ પડે. લગ્ન સમારંભનો મોટો જલસો ઉજવાઈ રહ્યો છે. નર્તકી નાચ કરી રહી હતી. દારૂના નશામાં ચકચૂર બનેલ ગુમાનસિંહ નર્તકીને મોહી ગયું. એના સૌંદર્યનું પાન કરતા કરતા તેણે એના મિત્રને કહ્યું- મિત્ર! વન ઉપવનમાં નહિ, ઉકરડામાં પણ કયારેક કેવા સુંદર ફૂલે ખીલતા હોય છે. આ નર્તકીના સૌંદર્યની સરખામણીમાં કોઈ ઊભું રહી શકે એમ દેખાતું નથી. ઉચ્ચ ગણાતા કુળ આગળ નર્તકીનું કુળ તે ઉકરડા જેવું જ ગણાય ને? આ નર્તકી કેવી સૌદર્યવાન છે ! મને એમ થાય છે કે હું એને રાજમહેલમાં લઈ જાઉં ! આ સમયે જે સારે મિત્ર હેત તે પ્રેરણાનું પાણી છાંટીને વાસનાની આ ચિનગારીને ઓલવી દેત પણ આ કલ્યાણમિત્ર ન હતો. તેણે તે પ્રગટેલી ચિનગારીમાં ઘી નાંખ્યું. મિત્ર ! આ નર્તકીનું રૂપ તે કાંઈ નથી. આનાથી કંઈ ગણું ચઢી જાય એવું અથાગ રૂપે તમારી સાળી રૂપાકુમારીનું છે. આપની પત્ની વિમળદેવી જે કે રૂપને ભંડાર છે પણ એની મોટી બેન રૂપાદેવી તે સૌંદર્યની સૃષ્ટિની સૌથી શ્રેષ્ઠ સામ્રાજ્ઞી છે. | ગુમાનસિંહની કુદષ્ટિએ કરેલો કાળો કેર : એક તો દારૂનો નશો ચલે હતું. તેમાં આ ચિનગારી ચંપાઈ. વાસનાની ધગધગતી જવાળામાંથી જાણે આદેશ છૂટ. અત્યારે ને અત્યારે મારે રૂપાદેવીને જેવી છે. એને તરત હાજર કરો. આ પ્રસંગ પછી આગળ વધશે. આ સાંભળતા બધા સજજડ થઈ ગયા. તે વિમળદેવીને પરણવા આવ્યો છે તો એને રૂપાદેવીને જોવાની શી જરૂર? પણ વરરાજાનું વચન કેવી રીતે ઉલંઘન થાય ? તરત રૂપાદેવી હાજર થઈ પણ એને કલ્પના ય ન હતી કે હું એક ભેગ ભૂખ્યા સિંહની સામે જઈ રહી છું. તેનાં મનમાં તે કોઈ પાપ ન હતું એટલે આવી કલ્પના આવે જ કયાંથી ? રૂપાદેવી મંડપમાં આવી પણ ત્યાંનું વાતાવરણ જોતાં તેના હદયમાં પ્રાસ્કો પડશે. તેણે કહ્યું- મને અહીં કેણે બોલાવી છે ? મને જોવાની શી જરૂર છે ? તારા બનવીએ તને બોલાવી છે. રૂપાદેવી કંઈક વિચાર કરવા જાય ત્યાં ભાન ભૂલેલા ગુમાનસિંહે તેની આંગળી પકડી. આ રૂપાદેવી કાંઈ જેવી તેવી ન હતી. શીલની રક્ષા માટે પ્રાણ છેડવા એ તો તેને માટે સામાન્ય હતું. તેણે એક ઝાટકે હાથની આંગળી ખેંચી લીધી. તેનું શૌર્ય એકદમ ઉછળ્યું. તેને કહેવા લાગી અરે, અભાગીયા ! તું શું સમજે છે ? જરાય શરમ છે કે નહિ ! રાજકુમાર થઈને ય વિવેક મર્યાદાની બારખડીનો પહેલે અક્ષર પણ લૂંટ નથી લાગતું ? લાજ મર્યાદાને નેવે મૂકી મોતને ભેટવા નીકળ્યા છો ? ખબરદાર ! મારા અંગને અડયા છે તો ? તમારા સ્પર્શથી મારી આંગળી અભડાઈ ગઈ છે. ખરાબ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy