SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ ] [ શારદા શિરેમણિ છે. બધાએ કહ્યું- બેટા! તું શ્રદ્ધા રાખ ને હૈયે હામ રાખ. મનમાં પ્રભુનું સ્મરણ કર. પ્રભુના નામ સ્મરણથી પણ કર્મો તૂટી જાય છે. એ શ્રદ્ધાથી આટલે મોટો પ્રવાસ ખેડયે છે. માતા-પિતાને, બંનેને બધાને વિયેગ સહન કર્યો છે. આ શ્રદ્ધા તને જીવનમાં જરૂર સફળતા અપાવશે. આ શ્રદ્ધાથી તે લાંબી મુસાફરી કરતા કરતા આજે ગોપાલપુરની નજીક આવી રહ્યા છીએ. થોડા દિવસમાં તે એ ગામમાં પ્રવેશ પણ કરીશું. વૈશાખ સુદ તેરસે વલભીપુરથી નીકળ્યા છીએ અને અષાઢ મહિનાના પ્રથમ દિવસે શુકલ પક્ષની એકમે તે ગે પાલપુર નજીક પહોંચી ગયા, હવે ગોપાલપુરમાં જઈને પતિને શેધવા કેવા પ્રયત્ન કરશે તે અવસરે. દ્વિ. શ્રાવણ વદ ૮ને શનિવાર : વ્યાખ્યાન નં- ૬૩ : તા. ૭-૯-૮૫ વિશ્વવંદનીય, લેકય પ્રકાશક, કરૂણાસાગર ભગવંતે ફરમાન કર્યું કે જીવ ચતુર્ગતિ સંસારમાં રખડી રહ્યો છે તેનું કેઈ કારણ હોય તે આજ સુધી જીવ સુખદશી બન્યો છે પણ ભદ્રદશી એટલે કલ્યાણદશી બન્યું નથી. સુખદશ એટલે સંસારના સુખ મેળવવા તરફ દૃષ્ટિ અને ભદ્રદશી એટલે આત્માના કલ્યાણ તરફ દષ્ટિ. ભદ્રદર્શિતા એ મહાન ગુણ છે. આ ગુણ જીવનમાં મોટો દીવે છે. આ ગુણ હોય એટલે આત્માને ઠેર ઠેર પ્રકાશ આપ્યા કરે. દરેક ઠેકાણે ઠેકાણે એની વાણી, વર્તન, વિચાર કલ્યાણ તરફ હોય, ગમે તેવા દુઃખના પ્રસંગમાં એ દુઃખને દુઃખ ન માને, આતં ધ્યાન ન કરે. કેઈ પણ વસ્તુને કે પ્રસંગને કલ્યાણ દૃષ્ટિથી જોતાં આવડવું જોઇએ. સુખના પ્રસંગમાં પણ એ આત્મા મન નહિ બગાડે, પાપમય વિચાર નહિ કરે અને સુખમાં છકી જઈ અભિમાન નહિ લાવે. માને કે તેનું ભાગ્ય ખુલી ગયું અને સારા પૈસા કમાયા. અરે, લક્ષાધિપતિમાં નંબર લાગી ગયા તે ભદ્રદશી આત્મા એ વિચાર કરશે કે પૈસા મળ્યામાં મારા આત્માની મોટાઈ નથી. જોકે ભલે મેટો માને, કારણ કે લેકે તે માત્ર બહારને જુએ છે. અંદરના આત્માને નહિ એટલે એ બહારનું સારું ઈ મેટાઈ, વિશેષતા માને પણ તેમાં મારા આત્માનું શું ભલું થાય ? માટે લાખોપતિ બનું કે અબજોપતિ બનું તેમાં મારા આત્માની વિશેષતા નથી પણ આત્માને નિર્મળ અધ્યવસાયમાં રાખું એમાં એની વિશેષતા છે. ભદ્રદશિતાને ગુણ આત્માના કલ્યાણ તરફ દૃષ્ટિ કરાવે. દર્શાણભદ્ર રાજા પ્રભુ મહાવીર સ્વામીને કેઈએ વાંધ્યા ન હોય એવા હું વાંકું એ અભિમાનથી કેઈએ ન કર્યો હોય એવો ઠાઠમાઠ કરીને પ્રભુને વંદન કરવા નીકળ્યા. ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું કે આ દર્શાણુભદ્ર રાજા કેઈએ ન કર્યો હોય એ ઠાઠ કરીને પ્રભુને વંદન કરવા જાઉં એવું ખોટું અભિમાન કરીને પ્રભુની અશાતના કરી રહ્યા છે. પ્રભુનું ગૌરવ હણી રહ્યા છે. જાણે પિતાનાથી વધુ સારી ભક્તિ કરનારા ભક્ત પ્રભુને મળ્યા જ નથી માટે લાવ એને બતાવી દઉં કે આ તે ત્રિભુવન ગુરૂ છે, જેમને ભલભલાને મહાત કરે એવા ભક્તો મળ્યા છે. આ પ્રમાણે વિચારી દર્શાણભદ્રનું અભિમાન ઉતારવા ઈ- મેટો ઠાઠ કર્યો. તેમણે સફેદ રૂના ગાભલા જેવા ૬૪ હજાર હાથી વિકુવ્ય. એકેક
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy