SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૫૭૫ જેટલી વિસંવાદિતા જોવા મળે છે તેટલી વિસંવાદિતા સત્યવાદીના જીવનમાં હેતી નથી. જ્ઞાનીએ સત્ય બોલવાને ઉપદેશ આપે છે પણ સાથે એ વાત પણ કરી છે કે તું સત્ય બોલે તે પણ એવું બોલજે કે બધાને પ્રિય લાગે. ભાષા સત્ય હોવા છતાં જે પાપનું આગમન કરતી હોય તો તે ભાષા ન બલવી. तहेव सावज्जणुमोयणि गिरा, ओहारिणी जा य परोवघाइणी । તે દિ ઢોર મયદાસ માણવો, સમાવિ જ વના અ.૭.ગાથા.૫૪ જે ભાષા સાવદ્ય પાપ કર્મનું અનુદન કરનારી હોય, જીને ઉપઘાત પહોંચાડે એવી હેય, જીવોને પીડા પહોંચાડે એવી હોય તો એવી ભાષા કોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈને હાંસી મજાકમાં પણ ન બેલે માટે સત્ય પણ પ્રિયકારી ભાષા બાલવી. “સરવે નૂયાત્, કિજં નૂયાત્ ” સત્ય બેલે પણ પ્રિય અને મીઠું બોલે. હજુ બીજા વ્રતમાં શું વાત ચાલશે તેના ભાવ અવસરે. ચરિત્ર : ગુણસુંદરીને માતાપિતાએ શિખામણ આપી. ત્યાર બાદ પિતાએ કહ્યુંદીકરી! તે કયારે જવાને વિચાર કર્યો છે ? જેમ બને તેમ જલદી જવું છે. જે સારો દિવસ હોય તે દિવસે હું અહીંથી જઈશ. તિષી પાસે સારો દિવસ જેવડાવ્યો. શેઠ કહે- બેટા ! તું જઈશ ત્યારે તારી સાથે શું શું લઈ જવા માંગે છે? કેટલા માણસો તારી સાથે રાખવા છે ? તું કહે તે રીતે વ્યવસ્થા કરું. અવલત નરવેશ મુજ દીયે, જેમ સરે મુજ કામ, ભૂ પણ મુજ દીજીએ રે, વળી કરિયાણને દામ. સૌ પ્રથમ મને વણઝારાને વેશ આપે. જેથી મારું કાર્ય હું બરાબર કરી શકું. એક ગાડામાં ઘરવખરીનો સામાન આપો. બે ગાડા ભરીને કરિયાણું આપે. બે સાંઢણી આપે. વેપારમાં કુશળ એવા પાંચ માણસે, બે ત્રણ કરો અને સશસ્ત્ર રખેવાળો આપો. પિતાજી ! આપ મને જે માણસો આપે તે ખૂબ અનુભવી, ગંભીર, બુદ્ધિશાળી અને શીલમાં સો ટકા શુદ્ધ હોય એવા માણસે આપજે. જેથી આપણી વાત બહાર જાય નહિ. હું સ્ત્રી હોવા છતાં પુરૂષને પોશાક પહેરીશ તેથી મારે ગુપ્ત રહેવાય. રાજા-મહારાજાઓ, શ્રીમંતે અને મોટા મોટા વહેપારીઓના પરિચયમાં જવાનું તેમાં મારે પુરૂષવેશ પકડાઈ જો ન જોઈએ. જે એક વાર વાત ફૂટી જાય તો બધે મામલે ખતમ થઈ જાય માટે આપ મને એવા ગંભીર, ડાહ્યા માણસે આપજે. બીજું આપ મને માલ આપો તે માલ ઊંચી કોટિને આપજો. તે માલ લઈને હું જાઉં જેથી જતાં વેંત તરત વેપાર કરી શકું. છ એ બેને કહે-બેન ગુણસુંદરી ! તારા સાહસને ધન્ય છે ! તું નાની હોવા છતાં મોટી છે. પિતાજી ! અમારા પતિ ચાલ્યા ગયા તેમાં અમારી કચાશ તો ખરી ને ! અમે સાત સાત હોવા છતાં એક પતિને ન સાચવી શક્યા ત્યારે તે છટકી ગયા ને ! ગોપાલપુરનું પાણી માંગ્યું ત્યારે અમે કંઈ પૃચ્છા ન કરી કે આપ ગોપાલપુરના છે ?
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy